Last Updated on by Sampurna Samachar
ખેડા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો
કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા (KHEDA) ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક પર આક્ષેપો કર્યાં છે. કેસરીસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન વિપુલ પટેલ છે માત્ર એક ચહેરો. રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો તમામ વહીવટ કરે છે. હાલ ચેરમેન વિપુલ પટેલ છે, પણ પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર છે.

કેસરીસિંહે કહ્યું કે, પપ્પુ પાઠકે વડદલા, કરણપુરા, બાલાસિનોર, હાંડીયા, દેવ, ખેડગોધરા, ભાઠડા, ગધેડા, શાકરિયા, નટવરપુરા સહિતના ૧૦ ગામોમાં જમીન ખરીદી છે. પપ્પુ પાઠક ખેડૂત ન હોવા છતાં પણ તેમને અને તેમના પરિવારના નામે ૧૬૦ વીઘા જમીન ખરીદી છે. ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ ના દિવસે સાબિત થયું કે તે ખેડૂત નથી તેમ છતાં ૪ સપ્ટેમ્બર ૨૦૨૦ માં પપ્પુ પાઠકે પોતાની હયાતીમાં પરિવારની વારસાઈ કરાવી છે.
પપ્પુ પાઠક સામે આક્ષેપો કર્યા
ઉલ્લેખનીય છે કે, રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક હાલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ડિરેક્ટર છે. તો માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ડિરેક્ટર છે. કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પપ્પુ પાઠક સામે આક્ષેપો કર્યા છે. હાલ ચેરમેન વિપુલ પટેલ છે, પણ પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર છે તેવું જાહેરમાં કહી દેતા ખેડાના સહકારી રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.