Last Updated on by Sampurna Samachar
પૂર્વ મામલતદાર સાથે ઠગાઈનો પ્રયાસ થયો
ગેસ કનેક્શન બંધ કરવાની ધમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં પૂર્વ નાયબ મામલતદાર સાથે ઠગાઇનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે વિગતો એવી છે કે ગેસ બિલ ભરવામાં આવ્યું નથી જેથી તમારું કનેક્શન કાપી નાખવા આવશે. આવો મેસેજ પૂર્વ નાયબ મામલતદારને ઇંગ્લિશમાં વડોદરા ગેસ ઓફિસના નામથી કરીને ઠગાઈ કરવાનો પ્રયાસ સાયબર ક્રાઇમ ઠગે કર્યો હતો. આ બાબતે અપડેટ રાખો જોયા વગર ગેસ કનેક્શન બંધ કરવાની ધમકી આપો છો, ગુજરાતી છો હિન્દીમાં કેમ વાત કરો છો તેમ કહેતા સાયબર ગઠીયાએ ગાળાગાળી કરી હોવાની વિગતો જાણવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, નિઝામપુરા વિસ્તારમાં રહેતા પૂર્વ તલાટી-ડેપ્યુટી મામલતદાર દિનેશભાઈને તેમના મોબાઈલ પર ઈંગ્લિશમાં વોટ્સએપ આવ્યો હતો. જેમાં વડોદરા ગેસ લિમિટેડના નામે ગેસ ગ્રાહક નંબર લખીને જણાવ્યું હતું કે રૂપિયા ૧૧૧૯ માર્ચ-તા. ૨૭ થી બાકી પડે છે તેવા બહાના હેઠળનો મેસેજ આવ્યો હતો.
બિલ ભર દિયા હે તો ભી પૈસે દો
પરિણામે પૂર્વ નાયબ મામલતદાર એ જણાવ્યું હતું કે ગ્રાહક માટે બાકી બિલ બાબતે અપડેટ રાખો. કેમ કહીને બિલ ભરી દીધાનું જણાવ્યું હતું. આ અંગે તેમણે કરેલી તપાસમાં બંને મોબાઈલ નંબરો ગુજરાત બહારના હોવાની વિગતો જણાઈ હતી. તેમ છતાં ફોનના સામા છેડેથી જાણકારી આપવામાં આવી હતી કે ‘બિલ ભર દિયા હે તો ભી પૈસે દો, નહીં તો કનેક્શન કાટ દેંગે, તેવી ધમકી આપી હતી. જેથી પૂર્વ નાયબ મામલતદારે સ્થાનિક વોર્ડ નં. ૧ કોર્પોરેટર જહા ભરવાડનો સંપર્ક કરીને તમામ હકીકત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટરે જણાવ્યું હતું કે કેટલાક વખત અગાઉ નિઝામપુરામાં મારા સહિત અનેક લોકોને આવા બોગસ મેસેજ આવ્યા હતા. બોગસ મેસેજનો પ્રતિકાર કરતા જહા ભરવાડને ગોલીમાર દેંગે એવી ધમકી પણ સામે છેડેથી આપવામાં આવી હતી.