Last Updated on by Sampurna Samachar
શું આ ભેટ ફક્ત બિહારની ચૂંટણીઓ પૂરતી મર્યાદિત
હવે આ સૌગાત-એ-મોદી શરૂ થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) લીડર ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારના નવા અભિયાન સૌગત-એ-મોદી સામે નિશાન તાકતા કહ્યું કે , “હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે. ભાજપ (BHAJAP) હવે એવા લોકોને સૌગત-એ-સત્તા વહેંચી રહ્યા છે કે જેમના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા.”

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હોળી દરમિયાન મુસ્લિમોની મજાક ઉડાવનારાઓ હવે ચૂંટણી દરમિયાન પૂરણપોળી વહેંચતા જોવા મળી રહ્યા છે. શું આ ભેટ ફક્ત બિહારની ચૂંટણીઓ પૂરતી મર્યાદિત છે કે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે?
બટેંગે તો કટેંગે તે હવે ખુદ આ ભેટ વિતરણ કરે છે
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે આ સત્તાની ભેટ ફક્ત બિહાર વિધાનસભા ચૂંટણી માટે છે. ભાજપે સત્તા જેહાદ શરુ કરી દીધી છે. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ છોડી દીધું છે. હવે આ સૌગાત-એ-મોદી શરૂ થઈ ગઈ છે. ૩૨, ૦૦૦ કાર્યકરો આ ભેટ વિતરણ કરવા જઇ રહ્યા છે. આ સૌગાત એ સત્તા છે. જે લોકો કહેતા હતા કે બટેંગે તો કટેંગે તે હવે ખુદ આ ભેટ વિતરણ કરવા જઈ રહ્યા છે. હવે જોઈશું કે આ લોકો ટોપી પહેરીને કેવી રીતે ભેટ વિતરણ કરશે.
સૌગાત-એ-મોદી કિટમાં ખાણી-પીણીની વસ્તુઓની સાથે સાથે કપડાં, સેવઈ, ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ તથા ખાંડ સામેલ છે. મહિલાઓની કિટમાં સૂટનું કાપડ મૂકવામાં આવશે જ્યારે પુરુષોની કિટમાં કુર્તા-પાયજામા. દરેક કિટની કિંમત આશરે ૫૦૦ થી ૬૦૦ રૂપિયા રહેશે.