Last Updated on by Sampurna Samachar
હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવો
મોહમ્મદ જવાદ ઝરીફે સૂચન કર્યું છે કે ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ લગાવી દેવી જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી અને પરમાણુ કરાર મુખ્ય સૂત્રધાર રહી ચૂકેલા મોહમ્મદ જવાદ ઝરીફે ઈરાનને એક મહત્ત્વની સલાહ આપી છે. અમેરિકન મેગેઝિન ફોરેન અફેર્સમાં પ્રકાશિત એક લેખમાં ઝરીફે તર્ક આપ્યો છે કે, ઈરાને હવે જીતની જાહેરાતકરવી જોઈએ અને એક એવા કરાર તરફ આગળ વધવું જોઈએ જે આ યુદ્ધને સમાપ્ત કરે અને ભવિષ્યના સંઘર્ષોને પણ અટકાવે.

ઝરીફે સૂચન કર્યું છે કે ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ લગાવી દેવી જોઈએ અને વિશ્વના સૌથીમહત્ત્વના ક્રૂડ ઓઇલ જળ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. તેના બદલામાં ઈરાને પોતાના પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને સંપૂર્ણ પણે નાબૂદ કરવાની માંગ કરવી જોઈએ.
એકબીજા પર હુમલો ન કરવાની ઔપચારિક પ્રતિજ્ઞા લેશે
ઝરીફનું માનવું છે કે અમેરિકાએ ભલે પહેલા આ સોદો ન સ્વીકાર્યો હોય, પરંતુ વર્તમાન યુદ્ધની ભયાનકતાને જોતાં હવે તે તેને સ્વીકારી શકે છે. જવાદ ઝરીફને આંતરરાષ્ટ્રીય વ્યૂહનીતિના નિષ્ણાત માનવામાં આવે છે. આ યુદ્ધ અટકાવવા તેમણે ઈરાન માટે એક વિગતવાર રૂપરેખા તૈયાર કરી છે.
ઝરીફે અમેરિકા અને ઈરાન વચ્ચે પરસ્પર અનાક્રમણ કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત બંને દેશોભવિષ્યમાં એકબીજા પર હુમલો ન કરવાની ઔપચારિક પ્રતિજ્ઞા લેશે. તેમણે ઈરાનને સૂચન કર્યું છે કે, અમેરિકા સાથે આર્થિક સંવાદ અને વેપારના દ્વાર ખોલવા જોઈએ.
આ માત્ર બંને દેશોના લોકો માટે ફાયદાકારક જ નહીંહોય, પરંતુ દાયકાઓ જૂના અવિશ્વાસને ઘટાડવામાં પણ મદદ કરશે. ઝરીફના જણાવ્યા અનુસાર, આ કરારોથીઈરાનના નેતૃત્વને વિદેશી દુશ્મનોથી બચાવવાને બદલે પોતાના નાગરિકોના જીવનધોરણને સુધારવા અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે.
ઝરીફનો આ લેખ એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન ચારે બાજુથી સૈન્ય અને આર્થિક દબાણનો સામનો કરીરહ્યું છે. જીતની જાહેરાત કરવાનું તેમનું સૂચન વાસ્તવમાં એક રાજદ્વારી વ્યૂહરચના છે, જેથી ઈરાન પોતાનું સન્માન ગુમાવ્યા વિના યુદ્ધમાંથી સન્માનજનક રીતે વિદાય લઈ શકે. તેમનું માનવું છે કે ઈરાને પોતાની પ્રતિકારક્ષમતા બતાવીને પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને હવે શાંતિ વાટાઘાટોના ટેબલ પર બેસવાનો યોગ્ય સમય છે.
જો ઝરીફનો આ પ્રસ્તાવ વાસ્તવિકતામાં બદલાય, તો તેના સૌથી મોટા લાભાર્થીઓમાં ભારત પણ સામેલહશે. ભારતને ન્ઁય્ અને ક્રૂડ ઓઇલનો સપ્લાય ફરીથી સરળ થઈ જશે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઘટશે, જેનાથી ભારતના અર્થતંત્રને મોટી રાહત મળશે. શાંતિની સ્થિતિમાં ભારત ઈરાનના ચાબહાર બંદર દ્વારા મધ્યએશિયા સુધી પોતાની પહોંચને વધુ મજબૂત કરી શકશે.