Last Updated on by Sampurna Samachar
ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટના અંગે પુષ્ટિ કરી
ગત વર્ષે ગુરેઝ વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ખાનનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે. તેણે આ પગલું શા માટે લીધું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ નેતા અને ગુરેઝના ભૂતપૂર્વ અપક્ષ ધારાસભ્ય ફકીર મોહમ્મદ ખાને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાના ઘરમાં જ ગોળી મારી હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ખાનનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે. તેણે આ પગલું શા માટે લીધું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
કથિત રીતે ગોળી પોતાને ગોળી મારી દીધી
તમને જણાવી દઈએ કે ફકીર મોહમ્મદની ગણતરી જમ્મુ-કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. તેણે શ્રીનગરના ઉચ્ચ સુરક્ષા વિસ્તાર તુલસીબાગમાં ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં પોતાને ગોળી મારી દીધી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ક્વાર્ટર નંબર ૯છ માં તેના એક PSO ની સર્વિસ રાઇફલથી કથિત રીતે ગોળી મારીને તે લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો હતો.
ગયા વર્ષે યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ગુરેઝ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક અનામત છે. આ બેઠક પર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નઝીર અહેમદ ખાને જીત મેળવી હતી. જ્યારે ફકીર મોહમ્મદ ખાન બીજા ક્રમે રહ્યા હતા. આ સીટ પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નઝીર અહેમદ ખાનને ૮૩૭૮ વોટ મળ્યા જ્યારે મોહમ્મદ ખાનને ૭૨૪૬ વોટ મળ્યા.