Last Updated on by Sampurna Samachar
માતા-પિતા બન્યા બાદ બાળક સાથે ફોટા કર્યા શેર
ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેકે આપ્યા અભિનંદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના નાના મહેમાનનુ આગમન થતાં ચાહકો સાથે ગૂડ ન્યુઝ શેર કર્યા હતા. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે ૮ વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે અને તેમણે પોતાના દીકરાનું નામ પણ રિવીલ કર્યું છે.
સાગરિકાએ ફોટોઝ શેર કરતા લખ્યું કે, ‘પ્રેમ અને ભગવાનના આશીર્વાદ સાથે અમે અમારા પુત્ર ફતેહસિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ. સાગરિકાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે અને બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
વર્ષ ૨૦૧૭ માં થયા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સાગરિકાના પ્રેગ્નન્સીના સમાચાર પણ આવ્યા હતા, જોકે એક્ટ્રેસે તેના પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. થોડા વર્ષોના રિલેશનશિપ બાદ ઝહીર અને સાગરિકાએ ૨૦૧૭માં લગ્ન કર્યા. લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રીતે થયા હતા, પરંતુ બાદમાં બંનેએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું.
ઝહીરે એક ઈન્ટરવ્યુમાં બંનેની લવસ્ટોરી અંગે જણાવ્યું હતું, અમારા બે માંથી કોઈ એકે તો લીડ લેવાની હતી, તેથી મેં આ ર્નિણય લીધો. અમે પહેલા બધાની સાથે મળતા અને એકબીજા સાથે એન્જોય કરતા હતા, પણ મને નહોતી ખબર કે તે મને પસંદ કરે છે કે નહીં. ત્યારબાદ મેં સાગરિકાને કહ્યું કે હું તને ડિનર પર લઈ જવા માંગુ છું, પણ માત્ર તું અને હું, બીજું કોઈ નહીં. પહેલા તો સાગરિકાને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું. પણ પછી તેમને ખ્યાલ આવ્યો કે હું સીરિયસ છું. અમને બંનેને લાગ્યું કે અમારી વચ્ચે કંઈક છે પણ ક્યારેય કંઈ બોલ્યા નહીં. અમે બંનેએ અમારી ફિલિંગ્સ શેર કરવા માટે પોત-પાતાનો ટાઈમ લીધો.