Last Updated on by Sampurna Samachar
સંગઠનને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો
પાર્ટીના કેટલાક લોકોને સીધા દોષી ઠેરવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગણાની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિને પોતાના MLC અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. BRS નું કહેવુ છે કે કે. કવિતાનું વર્તન અને પ્રવૃત્તિઓ પાર્ટીના હિતોની વિરુદ્ધ રહ્યુ છે. તેમના પર ‘પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ‘માં સામેલ હોવાનો અને સંગઠનને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
BRS એ કહ્યું છે કે પાર્ટી પ્રમુખ ચંદ્રશેખર રાવે તાત્કાલિક અસરથી એમએલસી કવિતાને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લીધો છે. કવિતાને એવા સમયે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે જ્યારે બીઆરએસ પહેલાથી જ આંતરિક પડકારોનો સામનો કરી રહી છે. હકાલપટ્ટીના એક દિવસ પહેલા કવિતાએ પોતાના જ પક્ષના નેતાઓ પર કેસીઆરની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો
આ પગલું સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત હતું
હરીશ રાવ અને ભૂતપૂર્વ સાંસદ મેઘા કૃષ્ણ રેડ્ડી પર તેમના પિતા પર ભ્રષ્ટાચારનો થપ્પો લગાવવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે હરીશ રાવ અને સંતોષ કુમારે તેણીને હાંસિયામાં ધકેલી દેવાનું કાવતરું ઘડ્યું હતું.
૨૨ ઓગસ્ટના રોજ, જ્યારે કવિતા વિદેશમાં હતી ત્યારે તેણીને તેલંગાણા બોગ્ગુ ઘની કર્મિકા સંઘમના માનદ પ્રમુખ પદ પરથી અચાનક દૂર કરવામાં આવી હતી. તેણે આ પગલાને કાવતરું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પગલું સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત હતું.
કવિતાએ આરોપ લગાવ્યો હતો TBGKS માટે પસંદગી પાર્ટી કાર્યાલયમાં તેમની જાણ વગર કરવામાં આવી હતી અને આ શ્રમ કાયદાનું ઉલ્લંઘન પણ હોઈ શકે છે. તેણીએ કહ્યું, મને ફક્ત પાર્ટીના આંતરિક કાર્ય પર પ્રશ્નો ઉઠાવવા બદલ સજા આપવામાં આવી રહી છે. તેણીએ આ માટે પાર્ટીના કેટલાક લોકોને સીધા દોષી ઠેરવ્યા.
તેમણે એમ પણ કહ્યું કે બીઆરએસની બેઠક બાદ જે પત્ર તેમણે પિતા અને પાર્ટી અધ્યક્ષને લખ્યો હતો. તે લીક થવાને કારણે મારા વિરુદ્ધનો માહોલ બન્યો. આ પત્રમાં કવિતાએ લખ્યું હતું કે કેસીઆરએ માત્ર બે મિનિટ જ બોલ્યુ અને તેનાથી જ કેટલાક લોકોને એ અટકળો લગાવવાની ચાલુ થઇ ગઇ કે ભવિષ્યમાં ભાજપ સાથે ગઠબંધન થશે. મને વ્યક્તિગત રૂપથી લાગે છે કે તમારે ભાજપ વિરુદ્ધ વધારે આકરુ બોલવુ જોઇતુ હતું. કદાચ એટલે ક મને ભાજપને કારણે જ દુ:ખ સહન કરવુ પડ્યું. પરંતુ પપ્પા તમારે કડક વલણ અપનાવવુ જોઇતુ હતું.