Last Updated on by Sampurna Samachar
સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
તમીમ ઈકબાલે ૨૦૦૭ થી ૨૦૨૩ સુધી બાંગ્લાદેશ માટે ૩૯૧ મેચ રમી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ઘરેલુ ક્રિકેટ મેચ દરમિયાન છાતીમાં દુખાવો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૩૬ વર્ષીય તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગમાં ૫૦ ઓવરની મેચમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબનું નેતૃત્વ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તમીમ ઈકબાલે મેચ પહેલા ટોસમાં ભાગ લીધો હતો, પરંતુ બાદમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા મેદાન પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ ડૉક્ટર દેબાશિષ ચૌધરીએ કહ્યું, તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની તપાસ કરવામાં આવી અને ઈસીજી કરવામાં આવ્યું. પ્રથમ બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં આ સમસ્યા સામે આવી છે. તેણે તમીમ ઈકબાલ કહ્યું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે અને ઢાકા પરત જવા માંગે છે.
હૃદયમાં એક સ્ટેન્ટ મૂકવામાં આવશે
ટીમના અધિકારી તારીકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, તેની ઢાકાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બાંગ્લાદેશી જનતાને તેના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા આગ્રહ કરવામાં આવ્યો છે. સમજી શકાય છે કે તમીમ ઈકબાલનું ઓપરેશન કરવામાં આવ્યુ છે અને તેના હૃદયમાં એક સ્ટેન્ટ મૂકવામાં આવશે.
બાંગ્લાદેશ (Bangladesh) ક્રિકેટ બોર્ડે તેની સુનિશ્ચિત બોર્ડ મીટિંગ રદ કરી છે, જેમાં બોર્ડના ઘણા સભ્યો હોસ્પિટલમાં તમીમ ઇકબાલની મુલાકાતે આવ્યા હતા. તમીમ ઈકબાલે ૨૦૦૭ થી ૨૦૨૩ સુધી તમામ ફોર્મેટમાં બાંગ્લાદેશ માટે ૩૯૧ મેચ રમી છે. તમીમ ઈકબાલે ૧૫,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર એકમાત્ર બાંગ્લાદેશી બેટ્સમેન છે.