Last Updated on by Sampurna Samachar
વિદેશથી ભારત મોકલાઈ રહેલા પૈસામાં ઝડપથી ઉછાળો
AED થી INR માં લેવડદેવડ ઝડપથી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંયુક્ત આરબ અમીરાત (UAE) અને સાઉદી અરબમાં રહેતા ભારતીયો વચ્ચે હાલ ભારતમાં પૈસા મોકલવાની હોડ જામી છે. વાત જાણે એમ છે કે ભારતીય રૂપિયાની કિંમત UAE દિરહામની સરખામણીમાં તૂટીને ૨૩.૫ પ્રતિ દિરહામ સુધી પહોંચી ગઈ છે. જેને ધ્યાનમાં રાખતા NRIO તેનો ફાયદો ઉઠાવીને વધુમાં વધુ રકમ ભારત મોકલવા માંગે છે.
મળતા રિપોર્ટ મુજબ રૂપિયો જ્યારથી તૂટીને ૨૩.૫ પ્રતિ દિરહામ આસપાસ પહોંચ્યો છે. ત્યારથી રેમિટેન્સ એટલે કે વિદેશથી ભારત મોકલાઈ રહેલા પૈસામાં ઝડપથી ઉછાળો આવ્યો છે. જેથી કરીને તેઓ ઓછા દિરહામે વધુ પૈસા ભારત મોકલી શકે છે. જેના લીધી ભારતમાં તેમના પરિવારોને વધુ પૈસા મળી શકશે. આ દર એપ્રિલની શરૂઆત બાદથી સૌથી નબળો છે. આ કારણે ખાડી દેશો, ખાસ કરીને યુએઈ, અને સાઉદી અરબમાં રહેતા ભારતીય ઝડપથી ભારત પૈસા મોકલી રહ્યા છે.
AED – INR રેમિટેન્સની રીતે સૌથી સારો દિવસ રહ્યો
ખાડી દેશોના કરન્સી એક્સચેન્જ હાઉસોનું કહેવું છે કે ૧૯ જૂનથી AED થી INR માં લેવડદેવડ ઝડપથી વધી છે. ઈન્ડસ્ટ્રીના અધિકારીઓ મુજબ જેમની પાસે પણ થોડા ઘણા વધારાના પૈસા છે તેઓ તરત ભારત મોકલી રહ્યા છે. UAE ના એક એક્સચે્જ હાઉસના સીનિયર અધિકારીએ ગલ્ફ ન્યૂઝને કહ્યું કે હાલના અઠવાડિયાઓમાં AED – INR રેમિટેન્સની રીતે સૌથી સારો દિવસ રહ્યો. ભલે થોડા સમય માટે રૂપિયાની કિંમત વધીને ૨૩.૪૬ રૂપિયા થઈ. આમ છતાં મોટાભાગના લોકોએ પૈસા મોકલવાનો સિલસિલો ચાલુ રાખ્યો.
સામાન્ય રીતે જૂન મહિનામાં પ્રવાસી ભારતીયો રજાઓ અને ટ્રાવેલ ખર્ચાના કારણે ભારત પૈસા ઓછા મોકલે છે. પરંતુ આ વખતે ગગડતા રૂપિયાના કરાણે ટ્રેન્ડ બદલાયો છે. મની એક્સચેન્જ હાઉસો મુજબ વીકેન્ડમાં પણ રેમિટેન્સની ઝડપ બની રહી અને આશા છે કે ચાલુ રહેશે. એક્સપર્ટનું માનવું છે કે જો જુલાઈમાં પણ રૂપિયાની આ સ્થિતિ રહે કે તે વધુ નબળો થાય તો તે પ્રવાસી ભારતીયો માટે ડબલ ફાયદો રહેશે.