Last Updated on by Sampurna Samachar
સાબુ , હેન્ડ વોશ , બોડી વોશ સહિતની પ્રોડક્ટના વધી શકે ભાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી દિવસોમાં સામાન્ય માણસના બજેટને અસર કરે તેવી વસ્તુના ભાવ વધારો જોવા મળી શકે છે. આ પાછળનુ કારણ એ છે કે FMCG કંપનીઓ ચા, સાબુ અને બોડી વૉશ સહિતની કેટલીક પ્રોડક્ટ્સની કિંમતો વધારી શકે છે. વાસ્તવમાં, કોમોડિટીના ભાવમાં અસ્થિરતાને કારણે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓએ આ સામાનના ભાવ વધરાવા અંગે ચેતવણી આપી છે.
ક્રૂડ પામ ઓયલ જેનો ઉપયોગ સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ, સૌંદર્ય પ્રસાધનો અને ખાદ્ય ઉત્પાદનોમાં કરવામાં આવે છે. તેના ભાવમાં સતત અસ્થિરતા જોવા મળે છે. પામ ઓઈલના ભાવમાં વધારાને કારણભૂત જણાવીને કંપનીઓએ દૈનિક ઉપરાશની વસ્તુઓના ભાવમાં વધારો કરવાની યોજના જણાવી રહી છે.
દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં પામ ઓઈલના ભાવ વાર્ષિક ધોરણે ૪૦% વધ્યા છે. ચાના ભાવ વાર્ષિક ધોરણે ૨૪% વધ્યા હતા, પરંતુ તે જ સમયગાળામાં ક્રમિક રીતે ૭% ઘટ્યા હતા.
HUL અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) જેવી કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં પહેલેથી જ કિંમતોમાં વધારો કર્યો છે. તેમજ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે હેર કલર અને હેન્ડ વોશ સિવાય સિન્થોલ અને ગોદરેજ સોપ બનાવે છે, તેણે કહ્યું કે તે કાચા માલની વધતી કિંમતોને પહોંચી વળવા માટે તેના વોશિંગ ઉત્પાદનોના ભાવમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) એ કહ્યું કે કેટલાક સામાનની કિંમતો અગાઉ વધી છે અને તે આગળ વધી શકે છે.
બીજી તરફ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે તેના ત્રિમાસિક પરિણામોમાં જણાવ્યું હતું કે, “પામ ડેરિવેટિવ્ઝમાં ફુગાવાને કારણે કંપની ખર્ચના દબાણ હેઠળ રહે છે; ‘‘સમગ્ર પોર્ટફોલિયોમાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કંપનીના માર્જિન આગામી કેટલાક મહિનાઓ સુધી દબાણ હેઠળ રહેશે.’’