Last Updated on by Sampurna Samachar
દરેક મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા
પાયલટે તરત MAYDAY કોલ આપ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના વોશિંગટન ડલેસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મ્યૂનિખ માટે ઉડાન ભરેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટે ઉપર ચડતાની થોડી મિનિટોમાં ટેક્નિકલ ફોલ્ટ સામે આવ્યો, જેમાં થોડા સમય માટે દરેક શ્વાસ અધ્ધર થઈ ગયા, યૂનાઈટેડ એયરલાઈન્સની ફ્લાઈટ UA ૧૦૮, જેમાં ૨૧૯ મુસાફરો અને ૧૧ ક્રુ મેમ્બર બેઠા હતા, હવામાં પહોચતાની સાથે એન્જીન ફેલ થવાની ઘટના સામે આવી હતી.
આ ઘટના ગયા અઠવાડિયે ૨૫ જુલાઈના રોજ સાંજે લગભગ ૬ વાગ્યે થઈ હતી, જ્યારે ૧૦૦૦૦ ફુટની ઉચાઈ પર ઉડી રહેલા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનરના જમણા એન્જીને અચાનક કામ કરવાનું બંધ કરી દીધુ, સ્થિતિને જોતા પાયલટે તરત MAYDAY કોલ આપ્યો હતો અને ઈમરજન્સીની જાહેર કરી હતી. જો કોઈ પણ વિમાનની સૌથી વધારે જોખમની ચેતવણી હોય છે.
કોઈ પણ મુસાફર કે ક્રુ મેન્બરને કોઇ ઇજા નહીં
MAYDAY સિગ્નલ મળતા જ એયર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઈટને ડલેસ એરપોર્ટ પર પરત ફરવાની પરમિશન આપી, રાત્રે લગભગ ૮:૩૩ મિનિટે ફ્લાઈટને સફળતા પૂર્વક લેન્ડ કરવામાં આવી હતી. પાઈલટનો તરત રિસ્પોન્સ અને સંયમના કારણે મોટો ખતરો ટળી ગયો હતો.
એરપોર્ટની ફાયર અને રેસ્ક્યૂ ટીમએ તરત વિમાનનું ચેકિંગ કરી અને તેને ગેટ સુધી સુરક્ષીત રીતે ખેચીને લાવવામાં આવ્યું. કોઈ પણ મુસાફર કે ક્રુ મેન્બરને કોઈ વાગ્યું નથી, જેના કારણે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. યૂનાઈટેડ એયરલાઈનએ તરત ફ્લાઈટએ કેન્સલ કરી અને મુસાફરોને નવા પ્લેનમાં મોકલવામાં આવ્યા, જ્યારે એરપોર્ટ ઓથોરીટીએ કહ્યું કે આ ઘટનાથી બીજી કોઈ ફ્લાઈટ રોકવામાં કે મોડી પડી નથી.