Last Updated on by Sampurna Samachar
ફુકેટ એરપોર્ટના અધિકારીએ આપી માહિતી
ફૂકેટ એરપોર્ટથી દિલ્હી માટે ફ્લાઇટ ઉડાન ભરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
થાઈલેન્ડના ફુકેટમાં એર ઈન્ડિયાના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઈટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ બોમ્બની ધમકી બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ હતી. તેમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા.

રોઈટર્સના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI ૩૭૯ ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં ૧૫૬ મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઈટ ઉડાન ભર્યા પછી બોમ્બની ધમકી મળી હતી. આ પછી, ફ્લાઈટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી આવી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દ્વારા હજુ સુધી બોમ્બની ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી. ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બધા સુરક્ષિત છે.
આંદામાન સમુદ્ર નજીક ધમકી મળી
લેન્ડિંગ પછી તરત જ, સુરક્ષા કારણોસર ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે, સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સવારે ૯:૩૦ (૦૨૩૦) વાગ્યે ફૂકેટ એરપોર્ટથી દિલ્હી માટે ફ્લાઇટ ઉડાન ભરી હતી. પરંતુ આંદામાન સમુદ્ર નજીક ધમકી મળતાં તેને પાછી લેન્ડ કરવામાં આવી હતી.
ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ, બંને દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે. આ જ કારણ છે કે, ભારતથી જતી ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે અને ઘણી રાજધાની દિલ્હી પરત ફરી રહી છે. આ અંગે પણ, એર ઇન્ડિયાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ સાથે, તેમણે શક્ય તમામ મદદની ખાતરી પણ આપી છે.
એર ઇન્ડિયાની આ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના એક દિવસ પહેલા જ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની હતી. અહીં એક બોઇંગ વિમાન ક્રેશ થયું હતું. જેમાં ૨૫૦ થી વધુ લોકોના મોત થયા હતા. આ વિમાન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થયું હતું. આ ઘટના પછી, એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીએ બધાને ચિંતામાં મૂકી દીધા છે.