Last Updated on by Sampurna Samachar
બહુચરાજી જતાં સંઘ પર કાળમુખો ટ્રક ફરી વળ્યો
આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સોમવારે રાત્રે નવા દેલવાડા પાસેકાળમુખા આઈશર ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવકોનાઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય પાંચ પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

સિદ્ધપુરના ધનાવાડાથી રવિવારે બપોરે અંદાજે ૬૦ જેટલા પદયાત્રીઓનો સંઘ શંખલપુર અને બહુચરાજી જવામાટે રવાના થયો હતો. સોમવારે રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે જ્યારે સંઘ નવા દેલવાડા પાસેથી પસારથઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક આઈશર ગાડીના ચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી.
પદયાત્રીઓ સાથેનો રથ પણ દૂર સુધી ફંગોળાઈ ગયો હતો
આ અકસ્માતમાં કુલ ૭ પદયાત્રીઓ અડફેટે આવ્યા હતા. જેમાંથી ઠાકોર દલપતજી અને ઠાકોર લાલાજીભાઈનાગજીભાઈ નામના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર પંથકમાં અને પદયાત્રીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટનામાં ઘાયલ થયેલા અન્ય પાંચ પદયાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતેખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓની હાલત વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવારમાટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.ઠાકોર દલપતજી અને ઠાકોર લાલાજીભાઈ નાગજીભાઈ નામના બે યુવકોના મોત.