Last Updated on by Sampurna Samachar
કેટલીક વિસ્ફોટક સામગ્રી અને ફટાકડા મળી આવ્યા
એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં કોતવાલી વિસ્તારમાં એક બાદ એક પાંચ વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ૫ વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. કોતવાલી વિસ્તારના મોહલ્લા જાહિદીયાનમાં બુઢાના ગેટ ચોકીની સામે જ ગલીમાં આવેલા એક મહિનામાં આ વિસ્ફોટ થયો.

બ્લાસ્ટ એટલા જોરદાર હતા કે સમગ્ર વિસ્તાર અવાજથી ધ્રુજી ઉઠ્યો હતો. વિસ્ફોટક સામગ્રી ગંધક અને પોટાશમાં બ્લાસ્ટ થવાના કારણે મકાનની છત અને દીવાલો ઉડી ગઈ. આ દરમિયાન આસપાસનો સમગ્ર વિસ્તારના મકાનોમાં પણ નુકસાન થયું અને ઈંટો વિખેરાઈ ગઈ હતી. જોકે એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી લીધી છે.
બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ
કોતવાલીમાં બુઢાના ગેટ ચોકીની સામે મોહલ્લા જાહિદીયાનમાં શાદાબ અને શાહીનનું મકાન છે. બંને ભાઈ ઈ-રિક્ષા ચલાવવા અને લગ્ન સમારોહમાં આતશબાજીનું કામ કરે છે. આ લોકોએ ઘરની છત પર વિસ્ફોટક ભરી રાખ્યા હતા અને કેટલાક ફટાકડા પણ સૂકવ્યા હતા.
બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. થોડી જ વારમાં પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમો ઘટના સ્થળે પહોંચી. આ દરમિયાન મકાન માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. પોલીસે ફોરેન્સિક ટીમ પણ બોલાવી લીધી. ફોરેન્સિક ટીમો આવતા જ ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી દેવાઈ. હાલ, ઘરેથી કેટલીક વિસ્ફોટક સામગ્રી અને ફટાકડા મળી આવ્યા છે.