Last Updated on by Sampurna Samachar
એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં
સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,ત્યારે આ દરમિયાન બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. માતા-પિતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. બીજી તરફ આણંદના ઉમરેઠમાં વીજ કંરટ લાગતા બે યુવકના મોત નિપજ્યાં છે.
મળતી માહિતી અનુસાર, વાવ તાલુકાના ધરાધરા ગામે વહેલી સવારે જેઠા મકવાણા, રખુંબેન મકવાણા અને પુત્ર પથુ મકવાણા ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર ઘટનાસ્થળો દોડી આવ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે.
તાજીયા રમતા વીજ વાયર અડકતાં મોત
બીજી તરફ આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામે વીજ કંરટ લાગતા બે યુવકના મોત થયા છે. મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતા વીજ્ કરંટ લાગ્યો હતો. જેમાં મોહસીનખાન અને હુસેનખાનના મોત નિપજ્યા. નોંધનીય છે કે, તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બંન્ને યુવક મોતને ભેટયા હતા. બેચરી ગામમાં મહોરમ પર્વ માતમમાં છવાયો હતો.