Last Updated on by Sampurna Samachar
ખંભાલિડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડા પડ્યા
દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ.૧,૧૮,૨૪૦ મુદ્દામાલ કબ્જે લીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર તાલુકાના ખંભાલીડા ગામ નજીક પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

મળતી માહિતી મુજબ, પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા તા.૦૨-૦૪-૨૦૨૬ના સાંજે ખંભાલીડા ગામમાં દિનેશભાઈ છગનભાઈ કણસાગરાની વાડીની ઓરડી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગંજીપત્તાના પાનાથી “રોન પોલીસ” નામનો જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જ્યારે આ દરોડા સમયે ભોજાભાઈ વિરમભાઈ બાંભવા નામનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જે દરોડાદરમિયાન પોલીસે કુલ રૂ.૧,૧૮,૨૪૦ મુદ્દામાલ કબ્જે લીધો હતો, જેમાં રૂ. ૧૬,૨૪૦ રોકડ, ૪ મોબાઈલ ફોન, ૩મોટરસાયકલ તથા ગંજીપત્તાના પાનાનો સમાવેશ થાય છે. અને આ બનાવ અંગે પંચકોશી ‘એ’ ડિવિઝનપોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.