Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાયા
સોશિયલ મીડિયા પર યુઝર્સે નવીનવી પ્રતિક્રિયા આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં પાકિસ્તાનના કેટલાક એકાઉન્ટ્સ પરથી પ્રતિબંદ હટાવ્યા બાદ હવે ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાનના સેલેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ ઉઠાવવાના સમાચારો વહેતા થયા બાદ ભારે હંગામો જોવા મળ્યો હતો. જેથી કરીને હવે ફરીથી પ્રતિબંધ લાગ્યો છે.
જે સેલેબ્સના એકાઉન્ટ્સ પર આ કાર્યવાહી થઈ તેમાં માવરા હોકેન, યુમના જૈદી, હાનિયા આમિર અને ફવાદ ખાન જેવા મોટા નામ સામેલ છે. તેમના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર (હવે એક્સ) એકાઉન્ટ્સને ભારતમાં ફરથી બ્લોક કરી દેવાયા છે.
સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો
મળતા રિપોર્ટ મુજબ ભારતે ફરીથી પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અચાનક સમાચાર આવ્યા કે કેટલાક પાકિસ્તાની સેલેબ્સના એકાઉન્ટ્સ અને ચેનલો પરથી પ્રતિબંધ હટ્યો છે. માવરા હોકેન, યુમના જૈદી, અહદ રઝા મીર અને દાનિશ તૈમૂર જેવા સિતારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં ફરીથી દેખાવવા લાગ્યા હતા.
આ ઉપરાંત કેટલીક યુટ્યુબ ચેનલ જેમ કે હ્યૂમ ટીવી અને ARY ડિજિટલ પણ અનબ્લોક થઈ ગયા હતા. પરંતુ આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. અનેક ભારતીય યૂઝર્સે તેને લઈને નારાજગી વ્યક્ત કરી અને સરકારને સવાલ પૂછ્યો કે આખરે પ્રતિબંધ કેમ હટાવવામાં આવ્યો? કેટલાકે તેને પહેલગામ હુમલાના પીડિતો અને સેનાના જવાનોના બલિદાનનું અપમાન ગણાવ્યું.
લોકોની નારાજગી અને સવાલો વચ્ચે સરકારે ફરીથી આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો. જોકે હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી કે આ પ્રતિબંધ કેમ હટાવવામાં આવ્યો અને ફરીથી કેમ લગાવવામાં આવ્યો. કેટલાક સૂત્રોનું કહેવું છે કે પ્રતિબંધ હટાવવાનો ર્નિણય એક રિવ્યૂ બાદ લેવામાં આવ્યો હતો, પરંતુ જનતાના ગુસ્સાને જોતા તેને તરત પાછો લાગૂ કરાયો.
સોશિયલ મીડિયા પર આ સમાચાર લઈને ભાત ભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને યોગ્ય પગલું ગણાવી રહ્યા છે. તો કેટલાકનું કહેવું છે કે સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. એક યૂઝરે લખ્યું કે, પહેલા પ્રતિબંધ લગાવો, પછી લગાવો, આ શું મામલો છે ? સરકારે ચોખ્ખુ જણાવવું જોઈએ કે પાકિસ્તાન સાથે આપણી શું પોલીસી છે ? જ્યારે કેટલાક લોકો તેને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની કોશિશ તરીકે પણ જોવામાં આવી રહી છે.