Last Updated on by Sampurna Samachar
દેશમાં ટેસ્લાના આગમન અંગે સવાલો ઉભા થયા હતા
૧૫ જુલાઈએ મુંબઈના BKC માં શો-રૂમ ઓપન થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં એલન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિક વ્હિકલ મેકર કંપની ટેસ્લા ૧૫ જુલાઈએ મુંબઈમાં પોતાના પ્રથમ શોરૂમની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેને “એક્સપિરિયન્સ સેન્ટર” નામ આપવામાં આવ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ટેસ્લાનો શોરૂમ મુંબઈ એરપોર્ટ પાસે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ના બિઝનેસ એન્ડ રિટેલ હબમાં મેકર મેકસિટી બિલ્ડિંગમાં સ્થિત હશે.
દક્ષિણ એશિયાઈ દેશમાં એન્ટ્રીના એક ભાગ તરીકે ઇલેક્ટ્રિક વ્હિકલ મેકરે હાયરિંગમાં ઝડપ દેખાડી છે અને તે પહેલાં મુંબઈ અને ભારતની રાજધાની દિલ્હીમાં શોરૂમ માટે સ્થળ શોધી રહ્યું છે. જણાવી દઈએ કે, આ ડેવલપમેન્ટ ભારત-અમેરિકા ટ્રેડ ટોક્સ દરમિયાન થયું છે.
ભાડુ દર વર્ષે ૫ ટકા વધશે
શોરૂમ રજીસ્ટ્રેશન પેપર્સ અનુસાર, ટેસ્લાએ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી ૫ વર્ષના કરાર સાઈન કર્યા છે. જે અંતર્ગત ટેસ્લા લગભગ એક બાસ્કેટ બોલ કોર્ટની સાઈઝના ૪૦૦૩ સ્કવેર ફુટ (૩૭૨ સ્કવેર મીટર) વિસ્તાર માટે પહેલાં વર્ષે લગભગ ૪૪૬,૦૦૦ ડોલર (લગભગ ૩૮,૮૭૨,૦૩૦ રૂપિયા) ના ભાડાની ચૂકવણી કરશે.
એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ દ્વારા સમાચાર એજન્સીને ઉપલબ્ધ કરાવાયેલા રજીસ્ટર્ડ લીઝ ડોક્યુમેન્ટ્સ અનુસાર, ભાડું દર વર્ષે ૫ ટકા વધીને પાંચમા વર્ષે લગભગ ૫૪૨,૦૦૦ ડોલર સુધી વધી શકે છે. અમેરિકન કંપની ટેસ્લા મુંબઈ બાદ નવી દિલ્હી (એરોસિટી) માં વધુ એક ભારતીય શોરૂમ શરુ કરે તેવી શક્યતાઓ છે.
અમેરિકન કાર નિર્માતા કંપનીએ વર્ષ ૨૦૨૨માં ભારતીય માર્કેટમાં એન્ટ્રીની યોજનાને સ્થગિત કરવા બાદ ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટમાં વેચાણ શરુ કરવા માટે ગત વર્ષના અંતથી ભારતમાં શોરૂમ શોધી રહી હતી. ઘણા વર્ષોથી અમેરિકન ઇલેક્ટ્રિક વ્હિકલ કંપનીને સ્થાનિક ફેકટરીઓમાં રોકાણ, નિયમો અને હાઈ ઈમ્પોર્ટ ટેક્સ સહિતની અડચણોનો સામનો કરવો પડી રહ્યો હતો, જેનાથી દેશમાં ટેસ્લાના આગમન અંગે સવાલો ઉભા થયા હતા. ફોક્સ ન્યુઝને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ઈમ્પોર્ટેડ કાર્સ પર ભારતના હાઈ ટેરિફની આલોચના કરી હતી, જેની પર તેમણે પોતાની અમેરિકા યાત્રા દરમિયાન પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી.
મસ્ક લાંબા સમયથી ભારતના ભારે ઈમ્પોર્ટ ટેરિફ, જેમાં ઇલેક્ટ્રિક કાર્સ પર લગભગ ૧૦૦% ટેરીફનો વિરોધ કરી રહ્યા છે, તેમનો તર્ક છે કે આ ટેરિફ દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટમાં ટાટા મોટર્સ જેવા ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સનું રક્ષણ કરે છે.