Last Updated on by Sampurna Samachar
રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી જાણકારી
ભારતે ઈતિહાસ રચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે ઐતિહાસિક સફળતા હાસિલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશનએ ઈન્ટરમીડિએટ રેન્જની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. નખાસ વાત છે કે આ મિસાઇલને ટ્રેનથી લોન્ચ કરવામાં આવી છે. અગ્નિ-પ્રાઇમ રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી છોડવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહએ એક્સ દ્વારા અગ્નિ પ્રાઇમ મિસાઇલની જાણકારી આપી. તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, ભારતે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ આગામી પેઢીની મિસાઇલ લગભગ ૨૦૦૦ કિલોમીટર સુધીના અંતર પર માર કરવામાં સક્ષમ છે અને તેમાં ઘણી વિશેષતાઓ સામેલ છે. પ્રથમવાર આ પ્રકારનું પરીક્ષમ વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવેલ રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું છે.
૨૦૦૦ કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરવામાં સક્ષમ
રક્ષામંત્રીએ DRDO ને સફળ પરીક્ષણ માટે શુભેચ્છા આપી. તેમણે પોસ્ટ દ્વારા કહ્યું, “અગ્નિ-પ્રાઈમ મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO , સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને સશસ્ત્ર દળોને હાર્દિક અભિનંદન. આ સફળ પરીક્ષણે ભારતને રેલ સિસ્ટમથી મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં સ્થાન આપ્યું છે.”
આ ૨૦૦૦ કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે. સૌથી મોટી વાત છે કે તેમાં રેલ નેટવર્કની સાથે ચાલવાની ક્ષમતા છે. તેને દેશની કોઈપણ સરહદ પર ખૂબ ઓછા સમયમાં સરળતાથી પહોંચાડી શકાય છે. તે રડારથી બચવામાં પણ ઘણી હદ સુધી સક્ષમ છે. આ મિસાઇલ ઘણી વિશિષ્ટ સુવિધાઓથી લેસ છે. તેની નેવિગેશન સિસ્ટમ સારી છે, જેનાથી દુશ્મનોના કેમ્પ પર સટીક નિશાન લગાવી શકાય છે.