Last Updated on by Sampurna Samachar
ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા
ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને લોકોએ જાકારો આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિસાવદરમાં પેટાચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યો છે. હાઈકોર્ટમાં પિટિશન બાદ વિસાવદરમાં પેટાચૂંટણી થઈ શકી નથી. હવે હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચી લીધી છે. જેથી કાયદાકીય રસ્તો સાફ થતાં હવે ચૂંટણી યોજાઈ શકે છે. જોકે, ભાજપ, કોંગ્રેસ પહેલા આપ (AAP) એ ઉમેદવાર જાહેર કર્યા છે.

ગુજરાતની વિસાવદર બેઠક પરથી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ સુધી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડીયા દ્વારા હાઈકોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજનાર છે.
વિસાવદર બેઠક ઉપર આમ આદમીનું પ્રભુત્વ અમારા લીધે
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ માં વિસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના હર્ષદ રીબડીયા કોંગ્રેસના કરસનભાઈ વાડદોરીયાને હરાવીને આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી જાયન્ટ કિલર સાબિત થયા હતા. પરતું ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું ત્યારથી આ બેઠક ખાલી છે.
ગોપાલ ઇટાલિયાની જાહેરાત બાદ ભુપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિસાવદર બેઠક ઉપર આમ આદમીનું પ્રભુત્વ અમારા લીધે હતું. અમારી સેવાઓ અને સહયોગને લઈને લોકોએ અમને જીતાડ્યા હતા. આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજુદ રહ્યું નથી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને લોકોએ જાકારો આપ્યો છે.
વિસાવદર નગરપાલિકામાં ૨૪ માંથી ૨૦ બેઠકો પર આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ છે. લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તે નક્કી છે. હાલ વિધાનસભાની ચૂંટણી લઈને કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલીયાનું નામ જાહેર કરતા આશ્ચર્ય થયું.