Last Updated on by Sampurna Samachar
કમિશ્નરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી
પાલિકાએ કરેલો ખુલાસો પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત પાલિકામાં થયેલા કચરા કૌભાંડને છુપાવવા ખજોદ ડમ્પિંગ સાઈટ પર આગ લગાવવામાં આવી હોવાનાઆક્ષેપ થઈ રહ્યો છે. ખજોદમાં આગ લગાવવામાં આવી છે કે આગ લાગી છે તે અંગે અનેક અટકળો થઈરહી છે ત્યારે પાલિકાએ આગ અંગે ખુલાસો કર્યો છે તે ચર્ચાનો વિષ બન્યો છે. પાલિકાએ એક યાદી જાહેર કરી ખુલાસો કર્યો હતો કે, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી છે. પાલિકાએ કરેલો ખુલાસો પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સુરત પાલિકામાં ૨૧૩ કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા કોન્ટ્રાક્ટર નહી મળતા વધુ ૧૦ મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન છેલ્લા ૫૨ દિવસમાં સતત બીજીવાર લાગેલી આગ શંકાનું કારણ બની છે. છેલ્લા ઘણાં સમયથી કચરામાં લાગેલી આગ લાગી છે કેલગાવવામાં આવી રહી છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. આ આગ કૌભાંડ છુપાવવા માટે લગાડી હોવાના આક્ષેપ જોરશોરમાં થઈ રહ્યાં છે. આ અંગે મ્યુનિ. કમિશ્નરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે.
વધુ ૧૦ મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી
આવા અનેક આક્ષેપો વચ્ચે સુરત મ્યુનિ.એ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં કચરાની આગનું કારણ જણાવવામા આવ્યું છે. મ્યુનિ. તંત્રએ કચરાની આગનું કારણ જણાવ્યું છે કે, ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે આર.ડી.એફ કચરામાં આગ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજરોજ સુધી ફાયરબ્રિગેડની ૧૩ ગાડીઓ દ્વારા પાણીનો સતત છંટકાવ ૬ જેસીબીઅને ૧૧ પોક્લેન મશીનો દ્વારા સતત કચરાનું ટર્નિંગ, ફાયર લાઇન બનાવવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવેલ. છેલ્લા ૩ દિવસથીતમામ ઝોનમાંથી ૧૦૫ ફેરા માટીની ટ્રક દ્વારા સેક્શન બનાવવાની કામગીરી ચાલી રહી છે.
મ્યુનિ. તંત્રએ જણાવ્યું છે કે, કચરાની અંદર ઉત્પન્ન થતા મીથેન ગેસના કારણે આગની શક્યતા હજી પણ રહેલી છે, તેથી તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે તમામ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કચરા કૌભાંડમાં ડમ્પીંગ સાઈટમાં ભીષણ આગ લગાવવામાં આવેલ હોવાના આક્ષેપો વચ્ચે હવે પાલિકા દ્વારા જેખુલાસો કરવામાં આવ્યો છે તે હાલની સ્થિતિમાં ગળે ઉતરે તેમ નથી. જેના કારણે પાલિકાનો આ ખુલાસો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.