રેસ્ટોરન્ટમાં લાગેલી આગના હચમચાવી દેનારા દ્રશ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં રેસ્ટોરન્ટમાં હાજર લોકોએ છતથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ લાગવાની માહિતી મળવા પર ઘટના સ્થળે પર ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ તહેનાત કરવામાં આવી. ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે બપોરે ૨.૦૦ વાગે કંટ્રોલ રૂમને આ દુર્ઘટનાની માહિતી મળી હતી, ત્યારથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ કર્યા હતા.
મળતી માહિતી અનુસાર આગ રાજોરી ગાર્ડન મેટ્રો સ્ટેશનની સામે જંગલ જંબૂરી રેસ્ટોરન્ટમાં લાગી હતી. જ્યાં કોઈ જાનહાનિ થવા કે ઈજાગ્રસ્ત થવાની માહિતી મળી નથી. આસિસ્ટન્ટ ડિવિઝનલ અધિકારી સરબજીત સહિત ઘટના સ્થળે ૬૦ ફાયર કર્મચારી કાર્યરત થયા હતા. તેમજ શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર જંગલ જંબૂરી રેસ્ટોરન્ટની છતથી લોકોએ કૂદી-કૂદીને પોતાનો જીવ બચાવ્યો. વીડિયોમાં રેસ્ટોરન્ટની છત પર 20 થી 30 લોકો નજર આવી રહ્યાં છે. તેની પાછળ ધૂમાડાના ગોટેગોટા નજર આવતા તેનાથી બચતાં લોકો છતથી એક-એક કરીને કૂદતાં નજર આવ્યા હતા.