Last Updated on by Sampurna Samachar
ધડાધડા બ્લાસ્ટ થતાં સ્થાનિકોમાં ફફડાટ
સેનાએ હવે સમગ્ર LoC પર હાઈ એલર્ટ જાહેર કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નિયંત્રણ રેખા પર ધમાકાનો અવાજ કોઈ આતંકી હુમલાના સંકેત નહીં પણ કુદરતનો કહેર અને દારૂગોળા મળવાની ખતરનાક દાસ્તાન હતી. મેંઢરના બાલકોટ સેક્ટરમાં જ્યારે જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લીધું તો કોઈએ વિચાર્યું પણ નહોતું કે આગની જ્વાળા મોતની એ જાળ સુધી પહોંચી જશે, જે ઘુસણખોરીને રોકવા માટે પાથરી હતી.

જેવી આગ બૂંસાની વિસ્તારની માઈન ફીલ્ડ સુધી પહોંચી, સરહદ પર એક પછી એક શક્તિશાળી વિસ્ફોટ થવા લાગ્યા. જમીનમાંથી નીકળેલી આગની જ્વાળા અને દારૂગોળા સુરંગો ફાટવાથી જે ધમાકા થયા તેનાથી આખો વિસ્તાર ધ્રુજી લાગ્યો. સરહદી ગામડામાં લોકો ડરના માર્યા ઘરોમાં બેસી ગયા, તેમને લાગ્યું કદાચ જંગ શરૂ થયો. ધુમાડાના ગોટાની વચ્ચે સેનાએ હવે સમગ્ર LoC પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે.
બ્લાસ્ટનો અવાજ અને આકાશના ધુમાડાથી સ્થાનિકમાં ડર
જમ્મુ કાશ્મીરમાં LoC ની નજીક બાલાકોટ સેક્ટરમાં ત્યારે હડકંપ મચી ગયો, જ્યારે જંગલની આગ સુરંગો સુધી પહોંચી ગઈ. મેંઢરમાં અગ્રિમ બૂંસાની વિસ્તારમાં લાગેલી આ આગ જોતજોતામાં માઈન ફીલ્ડ સુધી ફેલાઈ ગઈ. ત્યાર બાદ એક પછી એક શક્તિશાળી વિસ્ફોટો આખા સરહદી વિસ્તારને હચમચાવી નાખ્યો.
પ્રશાસનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગના જ્વાળાના કારણે સુરક્ષા માટે પાથરેલી માઈનમાં બ્લાસ્ટ થયા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આગ પર કાબૂ મેળવવા માટે ઘુસણખોરીની કોશિશોને નિષ્ફળ કરવા માટે સેનાએ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. સુરક્ષા દળ થર્મલ ઈમેજર્સ અને આધુનિક ઉપકરણો દ્વારા સરહદી વિસ્તાર પર કડક દેખરેખમાં છે, જેથી આગની આડમાં સરહદ પારથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન થાય.