Last Updated on by Sampurna Samachar
ઘટનાના સમયે બસમાં માત્ર ડ્રાઇવર જ હતો
સ્ટાફ સિક્યોરિટીમાં મચ્યો હડકંપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ઇન્ડિયાની SATS બસમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આ ઘટના દરમિયાન બસમાં ડ્રાઇવર હાજર હતો. જોકે કોઇ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

દિલ્હી એરપોર્ટ પર આજે મોટી જાનહાનિ ટળતા રહી ગઇ.મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની બસમાં આગ લાગતા સમગ્ર એરપોર્ટ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા સ્ટાફ આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં લાગી ગયો હતો.
બનાવ સમયે કોઇ મુસાફર બસમાં નહીં હાજર
જાણવા મળ્યું છે કે બસમાં તે સમયે કોઈ મુસાફર સવાર નહોતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ટર્મિનલ ૩ પર આ બનાવ થયો હતો. ત્યારબાદ ઇંદિરા ગાંધી એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર ફાયર ટેન્ડર, સ્થાનિક પોલીસ, CISF અને અન્ય સંબંધિત એજન્સીઓ પહોંચી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે SATS બસમાં કોઈ મુસાફર નહોતા.. આ એ જ બસ હોય છે જે મુસાફરોને ટર્મિનલથી ઝીરો ગ્રાઉન્ડ સુધી લઇ જાય છે. ત્યારબાદ મુસાફરો અહીંથી વિમાનમાં સવાર થાય છે. ઘટનાના સમયે બસમાં માત્ર ડ્રાઇવર જ હતો, જેને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી. આગ લાગવાના કારણની તપાસ માટે બસની તપાસ કરવામાં આવશે.
 
				 
								