Last Updated on by Sampurna Samachar
આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઇ હતી
ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગ લાગી હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના અસલાલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી. એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગની ૧૦ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી કોઈકારણસર આગ લાગી હોઈ શકે છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના અસલાલી વિસ્તારમાં એકતા હોટેલની સામે ફેક્ટરીમાં આગના સમાચાર સામે આવ્યા છે. આગ એટલી વિશાળ હતી કે, આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.
આગ લાગવાનુ કારણ જાણી શકાયું નહીં
ફેક્ટરીમાં લાગેલી વિશાળ આગના કારણે અંદર રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આગ લાગવાનું કારણ શું હતું તે હજું સુધી જાણી શકાયું નથી. આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધા બાદ આગ લાગવા પાછળનું કારણ તપાસવામાં આવશે.