Last Updated on by Sampurna Samachar
ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો
કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર GIDC માં આવેલા સ્ટીકરના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના બનાવને લઈને સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, થાનગઢની GIDC માં સ્ટીકરના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આગ દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો
આગ દુર્ઘટનાને લઈને મેજર કોલ આપતા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. વીડિયોમાં જોવા મળે છે કે, આગ ફાટી નીકળવાના કારણે ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે.