Last Updated on by Sampurna Samachar
આગની જાણ થતાં ખેલાડીઓને સુરક્ષિત બહાર કઢાયા
આગામી મેચ ૧૭ મી એપ્રિલે રમાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદમાં હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આ તે જ હોટલ કે જેમાં SRH (સનરાઈઝર્સ હૈદરાબાદ) ની ટીમ હૈદરાબાદની ૫ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. ત્યાં જ આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં તમામ ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર લાવી દેવામાં આવ્યા છે.
હોટલના એક ફ્લોર પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો. તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ બનાવમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ છે કે નહીં તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે.
ટીમના કોઇ મેમ્બરને કોઇ ઇજા નહીં
નોંધનીય છે કે, SRH ની ટીમનું હોમગ્રાઉન્ડ હૈદરાબાદનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે. જેથી ટીમ અહીં રોકાઈ હતી. SRH ની ટીમ હાલ બ્રેક પર છે કારણ કે ૧૨ એપ્રિલે ટીમે પંજાબ સામે પોતાના જ ઘરમાં મેચ રમ્યા પછી હવે આગામી મેચ છેક ૧૭ મી એપ્રિલે રમાવાની છે. આવામાં ખેલાડીઓને લાંબો બ્રેક મળી ગયો છે.
કાવ્યા મારનની માલિકીની SRH ટીમે IPL ૨૦૨૫માં ધમાકેદાર શરુઆત કરી હતી, પરંતુ તે પછી ટીમે સળંગ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, આ બ્રેક વચ્ચે આગની ઘટના બનતા SRH ટીમના ફેન્સના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ આ બનાવમાં હજુ સુધી ટીમના સભ્ય કે અન્ય કોઈને જાનહાની થઈ હોવાની ખબર આવી નથી.