Last Updated on by Sampurna Samachar
ફરી રોહિત-વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની જર્સીમાં કરશે વાપસી
બંને દેશો વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ મેચની ODI સિરીઝનું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે ફક્ત વનડેમાં જ રમે છે. જેના કારણે જ્યારે પણ તેઓ મેદાનમાં ઉતરે છે, ત્યારે ફેન્સ માટે તેમને એક્શનમાં જાેવા એક લ્હાવો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં રમ્યા હતા. હવે તે સીધા IPLમાં જાેવા મળશે. ત્યારે બધાના મનમાં સવાલ હતો કે બંને ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફરી ક્યારે જાેવા મળશે, જેની હવે જાહેરાત થઈ ગઈ છે.

BCCIએ જાહેરાત કરી છે કે અફઘાનિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને દેશો વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ મેચની ODI સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિરીઝ દ્વારા રોહિત અને વિરાટ વાપસી કરશે. ભારત અને અફઘાનિસ્તાન ૧૪ જૂને ધર્મશાલામાં ટકરાશે. ત્યારબાદ બંને અનુભવી ખેલાડીઓ ૧૭ જૂને લખનૌ અને ૨૦ જૂને ચેન્નાઈમાં એક્શનમાં જાેવા મળશે.
અફઘાનિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવશે
ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝ સમાપ્ત થયા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે IPL 2026 પર ધ્યાન કેન્દ્રિત કરશે. રોહિત શર્માએ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ સામે આવી છે. વિરાટ કોહલી પણ હાલમાં ભારતમાં છે અને ટૂંક સમયમાં RCB પ્રેક્ટિસ કેમ્પમાં જાેડાઈ શકે છે.
વિરાટ કોહલીના વિસ્ફોટક પ્રદર્શનથી ઇઝ્રમ્ને ગયા વર્ષે ટ્રોફી જીતવામાં મદદ મળી. તે પોતાની ટીમને ફરીથી વિજય તરફ દોરી જવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે રોહિત શર્મા MIને તેમના છઠ્ઠા ખિતાબ તરફ દોરી જવાનો ટાર્ગેટ રાખશે.IPL 2026 માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે.