Last Updated on by Sampurna Samachar
કિંગ ખાને ૧૭ વર્ષ પછી હોસ્ટ કર્યો ફિલ્મફેર
શ્રેષ્ઠ અભિનેતા બન્યા કાર્તિક અને અભિષેક, શ્રેષ્ઠ અભિનેત્રી આલિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઉત્તમ પર્ફોર્મન્સ, કહાની, દિગ્દર્શન અને તકનીકનો શાનદાર ઉત્સવ મનાવવા માટે ફિલ્મફેર એવોર્ડ્સ ફરી પાછા ફર્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે આ શાનદાર ઈવેન્ટ ગુજરાતમાં યોજાઈ હતી અને તેને જબરદસ્ત સફળતા મળી. સિતારાઓથી સજેલી આ સાંજમાં ગ્લેમર, મનોરંજન અને ઈમોશન્સ બધું જ જોવા મળ્યું. ૭૦માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫નું આયોજન અમદાવાદના EKA એરેનામાં કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય ઈવેન્ટની હોસ્ટિંગ શાહરૂખ ખાન, કરણ જાેહર અને મનીષ પોલે કરી હતી. રેડ કાર્પેટ પર સિતારાઓની ધૂમ હતી અને સ્ટેજ પર અક્ષય કુમાર, અનન્યા પાંડે સહિત અનેક કલાકારોએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યા હતા. ચારેબાજુ માત્ર સિતારાઓની ચમક અને તાળીઓની ગુંજ સંભળાઈ હતી. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સે એક્ટિંગ, ડિરેક્શન અને મ્યુઝિકમાં શાનદાર કામ કરનાર કલાકારોને સન્માનિત કર્યા. ખાસ વાત એ રહી કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આ વખતે બે એક્ટર્સને મળ્યો – કાર્તિક આર્યન અને અભિષેક બચ્ચન.
૭૦મા ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૫ના વિજેતાઓની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ: લાપતા લેડીઝ
શ્રેષ્ઠ દિગ્દર્શક: કિરણ રાવ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ): આઈ વોન્ટ ટુ ટોક (શૂજીત સરકાર)
મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ): અભિષેક બચ્ચન (આઈ વોન્ટ ટુ ટોક) અને કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન)
શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટિક્સ): રાજકુમાર રાવ (શ્રીકાંત)
મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (સ્ત્રી): આલિયા ભટ્ટ (જિગરા)
શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ): પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા (પુરુષ): રવિ કિશન (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (સ્ત્રી): છાયા કદમ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમ: રામ સંપત (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ ગીતો: પ્રશાંત પાંડે (સજની – લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ): અરિજિત સિંહ (સજની – લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી): મધુબંતી બાગચી (આજ કી રાત – સ્ત્રી ૨)
શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટર: આદિત્ય સુહાસ જાંભલે (આર્ટિકલ ૩૭૦) અને કુણાલ ખેમૂ (મડગાંવ એક્સપ્રેસ)
શ્રેષ્ઠ ડેબ્યુ (પુરુષ): લક્ષ્ય (કિલ)
શ્રેષ્ઠ ડેબ્યુ (સ્ત્રી): નિતંશી ગોએલ (લાપતા લેડીઝ)
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ: ઝીનત અમાન અને શ્યામ બેનેગલ (મરણોત્તર સન્માન)
આર.ડી. બર્મન એવોર્ડ ફોર અપકમિંગ ટેલેન્ટ ઈન મ્યુઝિક: અચિંત ઠાક્કર (જિગરા, મિસ્ટર એન્ડ મિસિસ માહી)