આ ફિલ્મે એક પછી એક બધાં રેકોર્ડ તોડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-૨ અલગ દેખાઈ રહી છે. આજના યુગમાં જો કોઈ ફિલ્મનું કલેક્શન ૨૦૦-૩૦૦ કરોડ રૂપિયા હોય તો તેને બહુ વધારે માનવામાં આવતું નથી. પરંતુ જો ફિલ્મ ૬૦૦ કરોડની કમાણી કરે તો તે મોટી વાત છે. પુષ્પા ૨ નું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હોવા છતાં, આ ફિલ્મે માત્ર આ ૩ દિવસમાં તેનું બજેટ પાછું મેળવી લીધું છે. આ ફિલ્મે ૬૦૦ કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. આ સાથે આ ફિલ્મ સૌથી ઓછા સમયમાં ૫૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા આવી ગયા છે.
ફિલ્મના પ્રોડક્શન હાઉસ MYTHRI MOVIE MAKERS એ પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. ટીમ દ્વારા પુષ્પાનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ સાથે લખ્યું છે – પુષ્પા ૨ ભારતીય સિનેમાની સૌથી ઝડપી ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ એક પછી એક બધાં રેકોર્ડ તોડી રહી છે. શાહરૂખ ખાનની જવાન બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મને ૫૦૦ કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં ૪ દિવસ લાગ્યા હતાં.
RRR એ ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં ૩ દિવસનો સમય લાગ્યો હતો. પુષ્પાએ આ રેકોર્ડ તોડી દીધો છે છે. ફિલ્મે ૩ દિવસમાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ અર્થમાં, આ ફિલ્મ સૌથી ઝડપી ૫૦૦ કરોડની કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની ‘જવાન’ અને રામ ચરણની ‘RRR’ને પણ પાછળ છોડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે પહેલા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન કેટલું થાય છે.