Last Updated on by Sampurna Samachar
આ એકમાત્ર ઉદ્યોગ છે જે સમગ્ર વિશ્વને ભારત સાથે જોડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયા બચ્ચને સંસદમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણને ફિલ્મ ઉદ્યોગ માટે પણ કેટલાક પ્રસ્તાવ લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ઉદ્યોગને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યો છે. સિનેમાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે’.
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સભ્ય અને પીઢ અભિનેત્રી જયા બચ્ચને ઘણીવાર ગૃહમાં ફિલ્મ ઉદ્યોગ માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે ફરી વાર નાણામંત્રી ર્નિમલા સીતારમણને ફિલ્મ ઉદ્યોગને બચાવવા અને તેને જીવંત રાખવા માટે કેટલાક પ્રસ્તાવો લાવવા અપીલ કરી હતી .
વાસ્તવમાં, રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ પર ચર્ચા થઈ રહી હતી. દરમિયાન, અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા જયા બચ્ચને સરકાર પર ફિલ્મ ઉદ્યોગને ‘નાશ’ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેમણે કહ્યું કે દૈનિક વેતન પર કામ કરતા મજૂરો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે અને સિંગલ-સ્ક્રીન થિયેટરો બંધ થઈ રહ્યા છે, લોકો સિનેમા હોલમાં જઈ રહ્યા નથી કારણ કે બધું ખૂબ મોંઘું થઈ ગયું છે.
તેમણે કહ્યું, ‘તમે એક ઉદ્યોગને સંપૂર્ણપણે અવગણ્યો છે. પહેલાની સરકારો પણ આ જ કામ કરતી રહી. પણ આજે તમે તેને આગલા સ્તર પર લઈ ગયા છો. તમે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને સંપૂર્ણપણે અવગણ્યા છે કારણ કે તમે તેનો ઉપયોગ ફક્ત તમારા પોતાના હેતુ માટે કરો છો.
બચ્ચને ઉપલા ગૃહમાં કહ્યું, ‘શું તમે આ ઉદ્યોગનો અંત લાવવા માંગો છો?’ તમે આનાથી મોટી ભૂલ ન કરી શકો… આ એકમાત્ર ઉદ્યોગ છે જે સમગ્ર વિશ્વને ભારત સાથે જોડે છે.તેમણે દેશના ઑડિયો-વિઝ્યુઅલ ઉદ્યોગ માટે થોડી “રાહત” ની હાકલ કરી અને આરોપ લગાવ્યો કે સિનેમાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેણીએ કહ્યું, ‘હું મારા ફિલ્મ ઉદ્યોગ વતી અને ઑડિઓ-વિઝ્યુઅલ ઉદ્યોગ વતી બોલી રહી છું, હું આ ગૃહને વિનંતી કરી રહી છું કે કૃપા કરીને તેમના પર થોડી દયા કરો.
તમે આ ઉદ્યોગને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. કૃપા કરીને આવું ના કરો..તેમણે નાણામંત્રી ર્નિમલા સીતારમણને આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લેવા વિનંતી કરી, અને કહ્યું કે આ એક ‘ખૂબ જ મુશ્કેલ ઉદ્યોગ’ છે. જયા બચ્ચને કહ્યું, ‘હું નાણામંત્રીને વિનંતી કરું છું કે તેઓ આ અંગે વિચાર કરે અને કૃપા કરીને આ ઉદ્યોગને જીવંત રાખવા માટે કંઈક લાવે.’