Last Updated on by Sampurna Samachar
જાણો ફિલ્મ ફ્લોપ થયા બાદ અભિનેતાના જીવન પર શુ પડે છે અસર
આમિરખાન હાલ કોઇ ફિલ્મના શૂટિંગમાં છે વ્યસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન હંમેશા કોઈ યૂનિક સ્ટોરી સાથે પોતાની ફિલ્મો રજૂ કરે છે, જે દરેક દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે. સ્ટોરીની સાથે સાથે અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે પણ જાણીતી છે, પરંતુ ક્યારેક ખૂબ મહેનત કરવા છતાં પણ ફિલ્મો દર્શકો સુધી કનેક્ટ થઈ શકતી નથી અને ફ્લોપ થઈ જાય છે. જેમાં અભિનેતાની છેલ્લી ફિલ્મ (FILM ) લાલ સિંહ ચઢ્ઢાનો પણ સમાવેશ થાય છે. અને જ્યારે આ રીતે ફિલ્મો ફ્લોપ થાય છે, ત્યારે તેની અભિનેતાના જીવન પર કેવી અસર પડે છે?
આમિર ખાને ફિલ્મોમાં એક્ટિંગ કરવા ઉપરાંત ફિલ્મ નિર્માણનું કામ પણ કર્યું છે. હાલમાં તેઓ પોતાની નવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક કાર્યક્રમમાં એક્ટરે ફિલ્મની નિષ્ફળતા વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું, જ્યારે મારી ફિલ્મો સારી નથી ચાલતી ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. ફિલ્મ બનાવવી મુશ્કેલ છે, અને ક્યારેક વસ્તુઓ યોજના મુજબ થતી નથી. લાલ સિંહ ચઢ્ઢામાં મારું કામ ખૂબ સારું હતું અને તે ટોમ હેન્ક્સના વર્ઝન જેટલું સારું નહોતું ચાલી શક્યું.
આમિર ખાને આગળ કહ્યું, જ્યારે મારી ફિલ્મો નિષ્ફળ જાય છે, ત્યારે હું બે થી ત્રણ અઠવાડિયા માટે એક પ્રકારના ડિપ્રેશનમાં આવી જવું છે. પછી, હું મારી ટીમ સાથે બેસું છું, શું ખોટું થયું તેના વિશે ચર્ચા કરું છું અને તેમાંથી શીખું છું. હું મારી નિષ્ફળતાઓને ખરેખર મહત્ત્વ આપું છું, કારણ કે તેઓ મને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ માં રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર હિન્દી રિમેક છે. આમિરે કહ્યું કે, આ ફિલ્મ માટે મેં ખૂબ જ મહેનત કરી હતી. ઉપરાંત, તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.