ફિલ્મમાં હિંસા અને રાજકીય ઉથલપાથલ રાજકીય ડ્રામા બતાવવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કંગના રનૌતની મચઅવેટેડ ફિલ્મ ‘ઇમરજન્સી’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સૌથી વિવાદાસ્પદ નેતા ગણાવવામાં આવ્યા છે. કંગનાએ થોડા સમય પહેલા ફિલ્મનું નવું ટ્રેલર શેર કર્યું હતું. નવા ટ્રેલરમાં ૧૯૭૫માં કટોકટી દરમિયાન થયેલી હિંસા અને રાજકીય ઉથલપાથલ બતાવવામાં આવી છે. ઉપરાંત, ઈન્દિરા ગાંધીની એનાઉસમેન્ટ “ઈન્દિરા ઈઝ ઈન્ડિયા” પણ બતાવવામાં આવી છે. ટ્રેલરમાં, પૂરું ફોકસ તે સમયના રાજકીય ડ્રામા પર કરવામાં આવ્યું છે.
‘ઇમરજન્સી’ના નવા ટ્રેલરમાં જયપ્રકાશ નારાયણ (અનુપમ ખેર)ના ઉગ્ર વિરોધથી લઈને યુવાન અટલ બિહારી વાજપેયી (શ્રેયસ તલપડે)ની ભાષણ આપતી પ્રતિભા પણ બતવવામાં આવી છે. આ ઉપરાંત, ફિલ્ડ માર્શલ સૈમ માનેકશા (મિલિંદ સોમન), પુપુલ જયકર (મહિમા ચૌધરી) અને જગજીવન રામ (સ્વર્ગસ્થ સતીશ કૌશિક)ની ઝલક પણ ટ્રેલરમાં જોવા મળે છે.
‘ઇમરજન્સી’નું ટ્રેલર રિલીઝ કરતી વખતે, કંગના રનૌતે ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું, “ચૅલેન્જોથી ભરેલી લાંબી મુસાફરી પછી, હું ખુશ છું કે અમારી ફિલ્મ ‘‘ઇમરજન્સી’ આખરે ૧૭ જાન્યુઆરીએ મોટા પડદા પર આવશે. આ સ્ટોરી માત્ર એક વિવાદાસ્પદ નેતા વિશે નથી; તે એવા વિષયો પર આધારિત છે જે આજે પણ રિલેવન્ટ છે. જે આ સફરને મુશ્કેલ અને મહત્વપૂર્ણ બંને બનાવે છે.
કંગના રનૌતે વધુમાં કહ્યું હતું કે, “પ્રજાસત્તાક દિવસના એક અઠવાડિયા પહેલા રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ આપણા બંધારણની મહાનતા દર્શાવે છે.” તમને જણાવી દઈએ કે, ફિલ્મનો વિરોધ થયા બાદ જરનૈલ સિંહ ભિંડરાંવા અને ખાલિસ્તાન સાથે જોડાયેલા સીન હટાવી દેવામાં આવ્યા છે. ત્રણ મહિનામાં રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીના રોલમાં છે. કંગનાએ પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.