Last Updated on by Sampurna Samachar
ઘટના સમયે હાજર પોલીસ તમાસો દેખતી રહી
ટોલ પ્લાઝા પર લગાવેલા CCTV કેમેરામાં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હીના હાપુડના છિજારસી ટોલ પ્લાઝા પર એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જ્યારે એક કારમાં સવાર મહિલા અને ટોલ કર્મચારીઓ વચ્ચે નાની તકરાર બાદ મારપીટ થઈ હોવાનુ સામે આવ્યુ હતું.
ફાસ્ટેગને લઈને શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે મહિલા ટોલ બૂથમાં ઘૂસી ગઈ અને ટોલ કર્મચારીને જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ પછી, ટોલ કર્મચારીઓએ પણ મહિલા સાથે કારમાં બેઠેલા બે યુવાનો સાથે મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પોલીસે CCTV આધારે તપાસ આદરી
આ ઘટનાની વાત કરીએ તો મુરાદાબાદથી નોઈડા જઈ રહેલી એક કાર દિલ્હી-લખનૌ હાઇવે (NH-9 ) પર પિલખુવા ખાતે છિજારસી ટોલ પ્લાઝા પર પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં બે મહિલાઓ અને બે પુરુષો હતા. ટોલ પ્લાઝાના સ્કેનિંગ મશીનમાં ફાસ્ટેગને બ્લેકલિસ્ટેડ બતાવવામાં આવ્યું, જેના પર ટોલ કર્મચારીઓએ ટોલ ફી સાથે દંડ ભરવા કહ્યું. જે આ બાબતે બંને પક્ષો વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલી મહિલા એ વાતે ગુસ્સે થઈ ગઈ કે ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યું અને તેની પાસેથી દંડ કેમ માંગવામાં આવી રહ્યો છે.
જ્યાં ગુસ્સે ભરાયેલી મહિલા ટોલ બૂથ કેબિનમાં ઘૂસી ગઈ અને ત્યાં હાજર ટોલ કર્મચારી પર હાથ ઉપાડી દીધો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ટોલ કર્મચારીને સતત થપ્પડ મારી રહી છે. ત્યારે નજીકમાં ઉભેલ અન્ય એક ટોલ કર્મચારી હાથ જોડીને મહિલાને શાંત કરવાનો પ્રયાસ કરતો દેખાયો, પરંતુ મહિલાનો ગુસ્સો શાંત ન થયો.
મહિલાએ ટોલ કર્મચારી પર હુમલો કર્યા બાદ ટોલ પ્લાઝા પર હાજર અન્ય કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. મામલો વધુ વકર્યો અને ટોલ કામદારો પણ હિંસક થઈ ગયા. માહિતી અનુસાર, ટોલ કર્મચારીઓએ પણ કારમાં બેઠેલા બે યુવકો સાથે મારપીટ કરી. નવાઈની વાત એ હતી કે આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં ઉભેલી પોલીસ મૂક પ્રેક્ષક બની રહી અને ઝઘડો શાંત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં.
આ ઘટના બાદ ટોલ મેનેજમેન્ટે પિલખુવા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી છે. ટોલ મેનેજરે જણાવ્યું કે ટોલ કર્મચારીને મારામારીમાં ઈજા થઈ છે અને કારમાં બેઠેલી મહિલા સહિત યુવકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પોલીસે વીડિયો ફૂટેજ કબજે લીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવશે અને જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.