Last Updated on by Sampurna Samachar
રેલ્વે તંત્રના અધિકારીઓએ તાત્કાલિક નિર્ણય લેવા માંગ
રેલ્વે તંત્રને આવેદન આપવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લાના દેલવાડા–જૂનાગઢ મીટરગેજ ટ્રેનના ૨ રુટ આગામી ૧૯ જાન્યુઆરીથી બંધ થતા સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં નારાજગી ફાટી નીકળી છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ પ્રાચી રોડ જંકશન રેલવે સ્ટેશન પર ભેગા થઈ આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દેલવાડા થી તાલાળા આવતી ટ્રેનને અડધો કલાક રોકી હતી. શાળા જવા માટે મુસાફરી કરનારા વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો માટે આ બદલાવ તકલીફજનક સાબિત થયો છે. જાહેર પરિવહન પર આ અસર અંગે રેલ્વે તંત્રને આવેદન પણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સરપંચ અને વિદ્યાર્થીઓએ ઊગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.
બંને ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર
જૂનાગઢ–દેલવાડા રૂટની બંને ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ રોજ અવર જવર કરે છે. મુસાફરોની તકલીફ અને લોકસંખ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વે તંત્રના અધિકારીઓએ આ મામલે તત્કાલ ર્નિણય લેવાની માંગ કરાઇ છે.