Last Updated on by Sampurna Samachar
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ૨૦૨૪-૨૫ માટે આર્થિક સર્વે રજૂ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રજૂ કરવામાં આવી રહેલા આર્થિક સર્વેક્ષણમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં GDP વૃદ્ધિ દર ૬.૩ ટકાથી ૬.૮ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જે છેલ્લા ૪ વર્ષનો સૌથી ઓછો વિકાસ દર હેવાની ધારણા છે. ગયા વર્ષે, ૨૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ આર્થિક સર્વેક્ષણમાં, ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ દર ૬.૫ ટકાથી ૭ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં ૨૦૨૪-૨૫ માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૬.૩ ટકાથી ૬.૮ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે, આગામી એક થી બે દાયકા સુધી આર્થિક વિકાસ દર ૮ ટકાના દરે જાળવી રાખવો પડશે.
આર્થિક સર્વેક્ષણ મુજબ, ૨૦૪૭ માં દેશની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત દેશ બનવાની આર્થિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, ભારતને એક કે બે દાયકા સુધી સરેરાશ ૮ ટકાનો GDP વૃદ્ધિ દર હાંસલ કરવાની જરૂર છે. નોંધનીય છે કે રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓ સહિત વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતના આર્થિક વિકાસ પરિણામોને અસર કરશે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં ૨૦૨૪-૨૫ માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૬.૩ ટકાથી ૬.૮ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. પીટીઆઈએ આ માહિતી આપી છે.
આર્થિક સર્વેક્ષણમાં રોજગાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર અંગે ચેતવણી આપવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં GDP વૃદ્ધિ દરમાં ઘટાડા માટે બાહ્ય પડકારોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ સર્વેમાં નિકાસમાં ઘટાડા વિશે પણ વાત કરવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણમાં ચીન પર ઉત્પાદન ક્ષેત્રની ર્નિભરતા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વેમાં ઉદ્યોગોના નિયંત્રણમુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આર્થિક સર્વે અનુસાર, GST કલેક્શન આગામી નાણાકીય વર્ષમાં ૧૧ ટકા વધી રૂ. ૧૦.૬૨ લાખ કરોડે પહોંચશે. સર્વેમાં નીતિગત સુધારાઓ અને આર્થિક સ્થિરતાની દિશામાં સરકારના પ્રયાસો રેખાંકિત કરે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે GDP ગ્રોથ ૬.૫ ટકા રહેવાનો અંદાજ આપ્યો છે, જ્યારે વર્લ્ડ બૅન્કે ૬.૭ ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. PMI સતત ૧૪મા મહિને વધ્યો છે. સર્વિસ સેક્ટર મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું છે. પરંતુ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં મહામારી પૂર્વેની સ્થિતિ પરત મેળવી છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૭.૧ ટકા નોંધાયો છે. જુલાઈ-નવેમ્બર, ૨૦૨૪માં કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ ૮.૨ ટકા વધ્યો છે. જેમાં વધારો થવાની શક્યતા છે. સ્થિર કિંમતો પર ગુડ્સ અને સર્વિસની નિકાસ પણ છ માસમાં ૫.૬ ટકા વધી છે. આયાત પણ ૦.૭ ટકા વધી છે.
આર્થિક સર્વેની ૧૦ મોટી વાતો
કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદના બંને ગૃહમાં ઈકોનોમિક સર્વે રજૂ કર્યો હતો. ૧૦ મુદ્દામાં સમજીએ દેશની અર્થવ્યવસ્થાના હાલ.
૧. નાણાંકીય વર્ષ ૨૦૨૬માં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩થી ૬.૮ ટકાના દરે વધશે.
૨. સ્થિર ખર્ચના કારણે ભારતીય અર્થવ્યવસ્થાના પાયા મજબૂત બન્યા
૩. જાહેર ક્ષેત્રમાં મૂડી વ્યય તથા ઈન્ડસ્ટ્રીયલ અપેક્ષાઓમાં સુધારાના કારણે રોકાણમાં વધારાની આશા
૪. શાકભાજીના ભાવમાં ઋતુ અનુસાર ઘટાડો. સરકારે ખાદ્ય પદાર્થોનો બફર સ્ટોક વધાર્યો તથા ખુલ્લા બજારમાં ખાદ્ય વસ્તુઓના સપ્લાય માટે આયાતમાં ઢીલ આપી.
૫. વૈશ્વિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વ્યૂહનીતિ તથા માળખાગત સિદ્ધાંતો મજબૂત કરવા પડશે. વેપારમાં અનિશ્ચિતતાઓ તથા જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓ વિકાસ માટે પ્રતિકૂળ. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતની આર્થિક સંભાવનાઓ સંતુલિત.
૬. ભારતે નીચલા સ્તર સુધી સંરચનાત્મક સુધારા અને વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મકતા સુધારવાની જરૂર.
૭. બ્રાઝિલ, ભારત, ચીન જેવી વિકસતી અર્થવ્યવસ્થાવાળા દેશોમાં ખાદ્ય ઉપજમાં બદલાવ લાવવાથી ભાવ વધારા પર અંકુશ લાગ્યો.
૮. ૨૦૨૬માં ભૂરાજકીય તણાવના કારણે જોખમ, જોકે કોમોડિટીમાં પહેલેથી જ ઊંચી કિંમતોના કારણે હવે ભાવવધારાનું જોખમ ઓછું.
૯. સ્વચ્છતા તથા IT વિભાગની સફ્ળતાઓના કારણે મૂળભૂત સુવિધાઓમાં સુધારો થયો.
૧૦. વિવિધ દાળ, ટામેટાં તથા ડુંગળીનું ઉત્પાદન વધારવા માટે ઋતુ અનુસાર વિવિધ ઉપજ વિકસિત કરવાની જરૂર.