‘ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ્સ ૨૦૨૪’માં પહોંચેલા અશ્વિની વૈષ્ણવનું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા )
વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં રાજકીય અને આર્થિક ઉથલપાથલના વાતાવરણમાં છે. બે યુદ્ધો પણ ચાલે છે. આ બધાની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા તમામ પડકારોને પાર કરીને સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આનો શ્રેય મોદી સરકારની નીતિઓને આપ્યો છે. ‘ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ્સ ૨૦૨૪’માં પહોંચેલા અશ્વિની વૈષ્ણવે કહ્યું, “આખું વિશ્વ ઉથલપાથલમાં છે. ભારત એકમાત્ર આશા ધરાવતો દેશ છે.”
તેમણે કહ્યું, “ભારતની વિકાસગાથા ૪ આધારસ્તંભો પર આધારિત છે – રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન અને વિવિધતા.” અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આગામી ૧૦ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૬-૮ ટકાના દરે વૃદ્ધિ પામતી રહેશે. ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારતની ગ્રોથ સ્ટોરીનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “સ્વિટ્ઝર્લેન્ડનું રેલ્વે નેટવર્ક ભારતમાં એક વર્ષમાં ઉમેરાયું હતું. આજે આપણે દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. સર્વસમાવેશક વિકાસ એ આપણી સૌથી મોટી તાકાત છે.” તેમણે કહ્યું, “ભારતનો વિકાસ સામાજિક, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા, મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા, સર્વસમાવેશક વૃદ્ધિમાં રોકાણ અને કાયદામાં સુધારો કરવા પર ર્નિભર છે.”