Last Updated on by Sampurna Samachar
પ્રિયંકા ગાંધીએ નાણામંત્રી પર કર્યો કટાક્ષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સામાન્ય બજેટ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન નાણામંત્રી ર્નિમલા સીતારામનના જવાબ પર પ્રતિક્રિયા આપતા તેમણે મોંઘવારી-બેરોજગારીના મુદ્દે ભાજપ નેતા પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, તેમને ખબર નથી કે નાણામંત્રી કઈ દુનિયામાં રહે છે જ્યાં તે મોંઘવારી અને બેરોજગારી જોઈ શકતા નથી. તેઓ કહી રહ્યા છે કે ફુગાવો નથી, બેરોજગારીમાં કોઈ વધારો નથી, ભાવમાં કોઈ વધારો નથી.’
મહત્વનું છે કે, લોકસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતી વખતે ર્નિમલા સીતારામને ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા પાછળ ઘણા સ્થાનિક અને વૈશ્વિક કારણો છે.
સામાન્ય બજેટ ૨૦૨૫-૨૬ પરની ચર્ચાનો જવાબ આપતાં, સીતારામને કહ્યું કે ફુગાવાનો વલણ, ખાસ કરીને ખાદ્યપદાર્થોમાં સાધારણ જણાય છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ૨૦૨૫-૨૬માં લગભગ સમગ્ર ઋણનો ઉપયોગ મૂડી ખર્ચને ધિરાણ કરવા માટે કરી રહી છે.
કેન્દ્રીય બજેટ પરની ચર્ચા પર નાણામંત્રીના જવાબ વિશે પૂછવામાં આવતા પ્રિયંકા ગાંધીએ સંસદની બહાર પત્રકારોને કહ્યું, “મને ખબર નથી કે તે કયા ગ્રહ પર રહે છે. તે કહી રહ્યા છે કે ત્યાં કોઈ મોંઘવારી નથી, બેરોજગારીમાં કોઈ વધારો નથી, કિંમતોમાં કોઈ વધારો નથી.” કોંગ્રેસના સંગઠન પ્રભારી મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે લોકસભામાં બજેટની ચર્ચામાં નાણાપ્રધાનનો જવાબ એ કેવી રીતે દોષને હટાવવા અને વાસ્તવિકતાથી ધ્યાન ભટકાવવાનો માસ્ટરક્લાસ હતો.