Last Updated on by Sampurna Samachar
CM મને ધમકાવે છે મારે ઘરે જવું છે પણ મને ધમકીઓ મળી રહી છે
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીધી ચિમકી આપી છે કે તમારી અંદરો અંદરની લડાઈમાં કોર્ટને વચ્ચે ના સામેલ કરો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ પહોંચેલી મહિલાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે થયેલી સુનાવણીમાં કોર્ટે સીધી ચિમકી આપી છે કે તમારી અંદરો અંદરની લડાઈમાં કોર્ટને વચ્ચે ના સામેલ કરો.

આ સાથે કોર્ટે કહ્યું કે આ કેસને લઈને પહેલાં હાઈકોર્ટમાં જાઓ, મહિલા તરફથી માગ કરાઈ હતી કે તેને સુરક્ષા આપવામાં આવે. એને આરોપ લગાવ્યો હતો કે તે કર્ણાટકથી બહાર રહેવા મજબૂર બની છે.
સંપત્તી પર કબજો કરવાની કોશિષ કરાઈ
બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર મહિલા તરફથી વકીલ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે મને ધમકીઓ મળી રહી છે અને મારી અસીલ કર્ણાટકથી બહાર રહી રહી છે. એમની સંપત્તી પર કબજો કરવાની કોશિષ કરાઈ રહી છે.
મહિલા વતી વકીલે કહ્યું હતું કે તેઓ ઘરે જવા માગે છે. એને ફરિયાદો પણ કરી છે અને પોતાના પક્ષમાં કોર્ટનો આદેશ પણ છે છતાં તેમને ધમકીઓ મળી રહી છે. મારા ઘર પર પથ્થરમારો થયો છે. ગુંડાઓ આવ્યા હતા અને એમને તોડફોડ કરી હતી. આ લોકો મારી સંપત્તી પડાવી લેવા માગે છે.
કોર્ટે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી તમારી પાછળ માણસોને દિલ્હી મોકલી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે તમે પણ રાજનેતા છો તમે તમારી આંતરિક લડાઈઓને કોર્ટમાં લઈને ન આવશો. આ પર વકીલે જવાબ આપ્યો હતો કે તેઓ રાજકારણ સાથે જોડાયેલા નથી. સુપ્રીમ કોર્ટે મહિલાને પહેલાં હાઈકોર્ટ જવાનું કહ્યું હતું. આ સમયે વકીલે માગ કરી હતી કે મારી સુરક્ષા માટે આદેશો થાય પણ કોર્ટે બીજી સુનાવણી માટે આદેશ કરી દીધો હતો.