Last Updated on by Sampurna Samachar
મહિલા પોતાના ગામમાં બે માળના ઘર અને એક દુકાનની માલકિન
સ્માર્ટ બચત અને રોકાણથી ૬૦ લાખનો ફ્લેટ ખરીદ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં ઘર ખરીદવું બધા લોકો માટે એક સપના સમાન હોય છે. પ્રોપર્ટીની મોંઘી કિંમતો, બેંકના હપ્તા અને ઈન્ટીરિયર ખર્ચ તેને વધુ પડકારજનક બનાવે છે. તેવામાં જ્યારે એક કન્ટેન્ટ ક્રિએટરની ઘરેલું સહાયકએ માત્ર ૧૦ લાખ રૂપિયાની લોનમાં સુરતમાં ૬૦ લાખ રૂપિયાનો ૩BHK ફ્ટેલ ખરીદ્યો તો સોશિયલ મીડિયા પર બધા ચોંકી ગયા.
કન્ટેન્ટ ક્રિએટર નલિની ઉંગારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેની કામવાળી સવારે ખુશથી ચમકી ઉઠેલા ચહેરા સાથે આવી અને કહેવા લાગી કે તેણે સુરતમાં ૬૦ લાખનો ફ્લેટ ખરીદ્યો છે. આ સાથે તેણે ૪ લાખ રૂપિયા ફર્નીચર પર ખર્ચ કર્યાં અને માત્ર ૧૦ લાખ રૂપિયાની લોન લીધી. નલિનીએ કહ્યું- હું ખરેખર ચોંકી ગઈ.
મોટી સંપત્તિ અને આરામદાયક જીવન માટે દેખાડા જરૂરી નહીં
જાણવા પર સામે આવ્યું કે આ તેની પ્રથમ સંપત્તિ નથી. મહિલા પોતાના ગામમાં બે માળના ઘર અને એક દુકાનની માલકિન છે, જે ભાડા પર છે. નલિનીએ કહ્યું કે આ સાંભળી તે દંગ રહી ગઈ, આ સ્થિતિ ઓનલાઈન યુઝર્સની પણ છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની નાણાકીય સમજદારી અને બચતના વિચારની પ્રશંસા કરી રહ્યાં છે. નલિનીએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ જાદૂ કે ભાગ્ય નહીં, પરંતુ સમજદારીથી બચત કરવી અને ખોટા ખર્ચથી બચવાનું પરિણામ છે. તેણે કહ્યું કે હંમેશા સમાજમાં તે ધારણા હયો છે કે ઘરેલું કામ કરનાર ગરીબ ગોય છે, પરંતુ ઘણા લોકો પૈસા સંભાળી, બચત કરી જીવનમાં મોટા ર્નિણય લે છે.
કેટલાક યુઝર્સે પોતાના અનુભવ જણાવ્યા, જેમ કે તેના વિસ્તારમાં ચાનો સ્ટોલ રાખનાર વ્યક્તિ બે બંગલાનો માલિક છે અને તેના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે, પરંતુ તે સાદગીથી જીવન જીવે છે. કુલ મળી આ કહાનીથી તે શીખ મળે છે કે મોટી સંપત્તિ અને આરામદાયક જીવન માટે દેખાડા જરૂરી નથી. સતત બચત, સાચી જગ્યાએ રોકાણ અને ધૈર્યથી ગમે તે નાણાકીય લક્ષ્ય હાસિલ કરી શકાય છે.