મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે ને બ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેનતરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.

 

બોઈંગ ૪મ્ નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુહવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટઅને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સને પણ સહન કરી શકે છે.

છામાં ઓછા ચક્કર લગાવ્યા

કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિઅને સંરક્ષણ મંત્રી વિમાનમાંથી આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે. વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં ઈંધણ ભરી શકાય તેવીસુવિધા છે.

એપ્રિલના રોજ ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાન સવારે ૧૦.૧૭ વાગ્યે નેબ્રાસ્કાના ઓફટએરફોર્સ બેઝ પરથી ઉડ્યું હતું. એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને વિસ્તારમાં ઓછામાં ઓછા ચક્કર લગાવ્યા હતા.

 સત્તાવાર રીતે તેને એક રૂટિન એક્સરસાઇઝગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જોતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ઓફટ એરબેઝની આસપાસનાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે. ઘટના એવા સમયેબની છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ મંત્રણાને ઈરાને ફગાવી દીધી છે.

ઈરાનેપાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામના પ્લાનને નકારી કાઢતા કાયમી શાંતિની માંગ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પેમંગળવાર સુધીની ડેડલાઇન આપતા ઈરાનને ચેતવણી આપી છે કે, જો  તેઓ વૈશ્વિક ઉર્જા માર્ગો ખોલવા માટેતૈયાર નહીં થાય, તો તેહરાનને નરક  બનાવી દઇશું.

૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના અનેક ઠેકાણાઓ પર સંયુક્ત હુમલા કરવામાં આવ્યા. જેના જવાબમાં ઈરાને વળતો પ્રહાર કર્યો હતો. જવાબમાં ઈરાને મધ્ય પૂર્વમાં ફેલાયેલા અમેરિકી અને સાથીદેશોના મથકો પર હુમલા કર્યા, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં ઈરાને હોર્મુઝનીસામુદ્રધુની બ્લોક કરી રાખી છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર માઠી અસર પડી છે.

પરમાણુ કમાન્ડ સેન્ટર ઉપર ડૂમ્સડે પ્લેનનું ઉડવું ગંભીર સંકેત છે. જો વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકાસૈન્ય રીતે તૈયાર છે તેવો સંદેશ આપ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવથી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની નજીકજઈ રહ્યું હોય તેમ લાગે છે. હવે આખી દુનિયાની નજર મંગળવારની ડેડલાઇન પર છે. શું ઈરાન નમતું જોખશેકે પછી ડૂમ્સડે પ્લેન ખરેખર યુદ્ધના મેદાનમાં ઉતરશે? તે જોવું રહ્યું

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.