Last Updated on by Sampurna Samachar
રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ
નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. ૧૯ દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતાં ચોમાસું ૭૨ કલાકમાં ગુજરાત (GUJARAT) માં બેસી શકવાની સંભાવના છે.

વરસાદની આગાહીની વાત કરીએ તો ૭ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે. નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ છે, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ પડી શકે
૧૭ જૂને અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં ૧૭, ૧૮ જૂને ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં ૧૭, ૧૮ જૂને ઓરેન્જ એલર્ટ છે.
આ વખતે નૈઋત્યના ચોમાસાના આગમને ખુશ કરી દીધા હતા. કેમ કે, સામાન્ય તારીખ ૧ જૂન કરતાં વહેલા ૨૪ જૂને જ ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી હતી. જે બાદ મોટી છલાંગ મારતાં ખૂબ ઝડપથી લગભગ ૨૬ તારીખ સુધી મહારાષ્ટ્રના મુંબઈ સુધી પહોંચી ગયું હતું.
હવામાન વિભાગ અનુસાર, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMD અનુસાર ૧૫ થી ૧૬ જૂન દરમિયાન વરસાદી ગતિવિધિઓ તીવ્ર બનશે અને રાજ્યના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જેમાં ૫૦-૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ક્યારેક ૭૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની અપેક્ષા નથી.