Last Updated on by Sampurna Samachar
Contents
પતિ અને પત્ની વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી
પારેવડા વિસ્તારમાં બની ચકચારી ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના પારેવડા વિસ્તારમાં પિતાએ પાંચ વર્ષના પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પિતાને બાળકને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખવાનો બનાવ સામે આવ્યો. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરીને હત્યારા પિતા સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના પારેવડા વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. આ દંપતીને બે સંતાનો હતાં. બંને દંપતી અલગ રહેતા હતાં. એક સંતાન પિતા અને બીજુ સંતાન માતા સાથે રહેતુ હતું.
ભાડલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
ઉશ્કેરાયેલા પિતાએ માતા સાથે રહેતા ઉમેશ નામના પાંચ વર્ષના બાળકને ગળે ટૂંપો આપીને મારી નાંખ્યો હતો. ભાડલા પોલીસે હત્યાના પિતા સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.