Last Updated on by Sampurna Samachar
પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પિતાને જેલમાં ધકેલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાના ગુનામાં બાળકીના પિતાની અટક કરી છે. જેમાં પિતાએ ઘર કંકાસના ઝગડામાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામેથી એક દોઢ વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે ડોગસ્ક્વોડ સહિતના વિવિધ તપાસ માધ્યમો થકી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં અનસુલઝી ગૂંથથીને સુલઝાવીને આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો છે.
જેમાં ખુદ બાળકીના પિતાએ ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ બાળકીના પિતા વિરલ ગામીતની પોલીસે અટક કરી કોર્ટ કસ્ટડીમાં ધકેલી દીધો છે. પોલીસ પૂછપરછમાં હત્યારા પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘરકંકાસના ઝગડાને લઈ કરી હોવાની કબૂલાત કરી છ ેત્યારે હાલતો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે ક્રૂર પિતાની આ કારતૂતને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના અંગે નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યા કે, ૨૫ જાન્યુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કુકડાડુંગરી ગામમાં આરોપી વિરલ ગામીતે પોતાની દોઢ વર્ષની દીકરીને ધાબા પર રહેલી પાણીની ટાંકીમાં નાખીને હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે. હાલ તો આરોપી પિતાને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી આ મામલે પોલીસ હાલ હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક પિતા દ્વારા પોતાની જ માસૂમ દીકરી સાથે આવી ક્રૂરતા આચરવામાં આવી હોવાથી લોકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે.