Last Updated on by Sampurna Samachar
આ અભિનેતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય રાજનીતિમાં પણ છે સાંસદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની આ એવી દીકરી છે જેણે તેના પિતાની પ્રસિદ્ધિ અને વગનો ઉપયોગ કરીને સ્ટાર કીડ બનવાને બદલે દેશને ગૌરવ થાય એવી ભારતીય સૈન્યની કારકિર્દી અપનાવી છે. આ દિકરી છે અભિનેતા રવિ કિશનની દિકરી ઈશિતા. રવિ કિશન ભોજપુર તેમજ હિન્દી ફિલ્મોનો જાણીતો ચહેરો છે તેની સાથે સંસદસભ્ય તરીકે પણ તેમની શાખ અને વગ છે.
રવિ કિશન ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર તો છે જ પણ સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ તેઓ અભિનય કરતા હોય છે. રવિ કિશન એકમાત્ર એવા અભિનેતા છે જેમના પુત્રીએ કારકિર્દી માટે એક અનોખો રસ્તો પસંદ કર્યો છે.
રવિ કિશનના પુત્રી ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર રહી સેનામાં સેવા આપી રહ્યા છે. રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લ ૨૦૨૩ માં સેના ભરતી યોજના અગ્નિવીરમાં જોડાયાં હતાં. હવે ઈશિતા ભારતીય સૈન્યમાં તાલીમ લે છે. ઈશિતા ગ્લેમરની દુનિયાથી દૂર હોવા છતાં, તેઓ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે. ઈશિતાને ઇન્સ્ટાગ્રામ પર ૧.૬ લાખથી વધુ લોકો ફોલો કરે છે. ઈશિતા અહીં પોતાના સેનાના ફોટા પણ શેર કરતાં રહે છે.
એક તરફ ઘણા બોલિવૂડ સુપરસ્ટાર તેમનાં બાળકોને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરાવવા મથામણ કરતા રહે છે, એટલું જ નહીં ડઝનબંધ સ્ટાર કિડ્સે તેમના પિતા કે માતાના પગલે ચાલીને ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો અને સ્ટાર બન્યા. જ્યારે રવિ કિશનની પુત્રીએ એક અલગ રસ્તો પસંદ કર્યો અને સેનામાં જાેડાયા છે.
બોલિવૂડ ફિલ્મોમાંથી રવિ કિશનના ઘણા પાત્રો અમર થઈ ગયા છે. રવિ કિશને પોતાના કરિયરમાં ૨૩૩ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રવિ કિશન એક મહાન કલાકાર તો છે જ, સાથે તેમનું નામ રાજકીય વર્તુળોમાં પણ ગુંજતું રહે છે. રવિ કિશન ૨૦૧૪માં કોંગ્રેસમાં જાેડાયા હતા. પરંતુ માત્ર ત્રણ વર્ષ પછી, ૨૦૧૭માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા.
આ પછી રવિ કિશન ગોરખપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી. તેઓ ૨૦૨૪માં ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને ફરીથી જીત્યા. હવે રવિ કિશન ફિલ્મોની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તેઓ સ્ટાર છે, પરંતુ તેમની દીકરી સુપરસ્ટાર છે કેમ કે તે ભારતીય સૈન્યમાં જોડાઈને દેશના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.