ફતેવાડીમાં મનદુઃખ રાખી વૃદ્ધને છરી મારી મોતને ઘાટ ઉતારી દીધા

Share this Article:

વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં ગુનાખોરી સતત વધી રહી છે. તાજેતરમાં અંગત અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો અને હવે આ વિસ્તારમાં વૃદ્ધની હત્યા થઇ છે. એક વૃદ્ધે તેમના સંબંધી એવા બે ભાઇનું સગપણ કરાવી આપ્યું હતું. જોકે, બંને ભાઇને પત્ની સાથે મનમેળ ન રહેતા પિયર જતી રહી હતી. બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન ન થતાં સગપણ કરાવી આપનાર વૃદ્ધ સાથે આરોપીને મનદુઃખ ચાલતું હતું. જેની અદાવતમાં એક આરોપીએ વૃદ્ધને છરી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ફતેવાડીમાં સમશેરબાગ સોસાયટીમાં રહેતા તસ્લીમભાઇ કુરેશી નોકરીએથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના મામાએ ફોન કરીને પિતા શાનમહોમદને ગુલઝાર પાર્ક પાસે કોઇએ છરી મારી હોવાની જાણ કરી હતી. તસ્લીમભાઇ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પિતા શાનમહોમદને ગળા, છાતી અને પેટના ભાગે ઘા માર્યા હોવાના નિશાન હતા અને તે લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તસ્લીમભાઇએ તપાસ કરી ત્યારે ઇમરાન કુરેશીએ હત્યા કરી હોવાનું જણાયું હતું. વેજલપુર પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે મૃતક શાનમહોમદે બે વર્ષ પહેલાં તેમના સંબંધી ઇમરાન અને તેના ભાઇ ફુરકાન કુરેશીના બાલાસિનોર ખાતે શૈવાલિયા ગામમાં રહેતા સંબંધીની દીકરીઓ સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના બે માસ બાદ બંને ભાઇને પત્ની સાથે અણબનાવ ચાલતા હતા. ઇમરાન અને ફુરકાનની પત્નીઓ પિયર રિસામણે જતી રહી હતી. આ બાબતે સમાધાનની વાત ચાલતી હતી. એક વર્ષ પહેલા પણ ઇમરાને અમારો સંબંધ તમે કરાવ્યો છે તો અમારી પત્નીઓને કેમ સમજાવતા નથી, તમે જ સમાધાન થવા દેતા નથી તેમ કહીને શાનમહોમદ સાથે ઝઘડો કરીને લાફો પણ માર્યો હતો. સંબંધ છૂટા કરવા માટે એક વર્ષથી ઇમરાન અને ફુરકાનની પત્નીઓ, તેમની માતા રૂપિયાની માગણી કરતા હતા. તેમાં મૃતક શાનમહોમદ મધ્યસ્થી બન્યા હતા. તેની અદાવત અને મનદુઃખ રાખીને આરોપી ઇમરાન કુરેશીએ હત્યા કરી હતી. પોલીસે આરોપી ઇમરાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.