હળવદ-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ડમ્પર ટ્રેલરની પાછળના ભાગે ધડાકાભેર અથડાયું

ડ્રાઈવરને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

હળવદ-માળીયા હાઈવે પર આવેલી હરીદર્શન ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવતું ડમ્પર ધડાકાભેર ઘુસી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ દબાઈ ગયો હતો. હરીદર્શન ચોકડી પાસે જ્યારે ટ્રેલર બમ્પ પસાર કરી રહ્યું હતું, ત્યારે પાછળથી આવતા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો.

ડમ્પર ચાલકને લોખંડના કાટમાળમાંથી બહાર કઢાયો

મળતી માહિતી પ્રમાણે બ્રેક ન લાગવાને કારણે ડમ્પર સીધું જ ટ્રેલરના પાછળના ભાગે અથડાયું હતું. આ ટક્કરને કારણે ડમ્પરની કેબિન વળી ગઈ હતી અને ચાલક તેમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ડ્રાઈવરને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ કેબિન લોખંડમાં દબાઈ ગઈ હોવાથી સફળતા મળી નહોતી. અંતે, ક્રેનની મદદ લેવામાં આવી હતી.

છેલ્લા એક કલાકથી વધુ સમય સુધી ક્રેન વડે પતરાં ખેંચીને ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. લાંબી જહેમત બાદ ડમ્પર ચાલકને લોખંડના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.