Last Updated on by Sampurna Samachar
27 વર્ષીય યુવાનનું થયું ઘટનાસ્થળે મોત
5 કલાકનું રેસ્ક્યૂ ઓપેરેશન પણ યુવાન બચ્યો નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એક વખત નવયુવાન મોતનો ભોગ બન્યો . નોઈડાના સેક્ટર ૧૫૦માં એક દુર્ઘટનામાં ૨૭ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું મોત થયું છે. સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતા ગુરુગ્રામથી પોતાના ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન તેની કાર ધુમ્મસના કારણે એક અંડર-કન્સ્ટ્રક્શન મોલના પાણીથી ભરેલા ઊંડા બેઝમેન્ટમાં ખાબકી હતી. જે બાદ સ્થાનિક પોલીસ, NDRF ની ટીમે લગભગ ૫ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ યુવકને બચાવી શકાયો નહીં.

આ દરમિયાન એક ડિલિવરી એજન્ટે જે હિંમત બતાવી, તેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. ફ્લિપકાર્ટમાં ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા મોનિંદરે જીવ જાેખમમાં નાખીને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. મોનિંદરે જણાવ્યું કે, તેમણે યુવરાજને કારની અંદર ટોર્ચ ચાલુ કરીને મદદ માટે રાડો પાડતા જોયો હતો.
મોનિંદરે વહીવટી તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો
મોનિંદરે કહ્યું કે, જ્યારે તેમને લાગ્યું કે યુવરાજને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, ત્યારે તેમણે પોતાની કમર પર દોરડું બાધ્યું અને લગભગ ૭૦ ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામાં છલાંગ લગાવી દીધી. જોકે, ત્યાં સુધીમાં યુવરાજનું મોત થઈ ચૂક્યું હતું. મોનિંદરે વહીવટી તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે, લગભગ ૧૦ દિવસ પહેલા પણ આ ખાડામાં એક ટ્રક ખાબક્યો હતો. છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નહોતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે યુવરાજ મહેતા ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો, ભારે ધુમ્મસના કારણે તેની કારે કંટ્રોલ ગુમવ્યો હતો અને તે રસ્તામાં વળાંક પાસે બની રહેલા મોલના પાણીથી ભરેલા બેઝમેન્ટમાં ખાબકી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળે યોગ્ય બેરિકેડિંગ હતું, ન ચેતવણીના બોર્ડ હતા, ન રિફ્લેક્ટર લગાવેલા હતા અને ન જ લાઈટની વ્યવસ્થા હતી. મોનિંદરે પણ કહ્યું કે આ જ ખાડામાં ૧૦ દિવસ પહેલાં એક ટ્રક પણ પડ્યો હતો, છતાં કોઈએ કોઈ પગલું નહોતું લીધું.
કાર ખાડામાં ખાબકતા જ આસપાસના લોકોએ યુવરાજની મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર પાણીમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન યુવરાજે તેના પિતા રાજકુમાર મહેતાને ફોન કરીને કહ્યું હતું કે, પપ્પા, હું પાણીથી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયો છે, ડૂબી રહ્યો છું, મને બચાવી લો, હું મરવા માંગતો નથી.
થોડી મિનિટોમાં સ્થાનિક પોલીસ, દ્ગડ્ઢઇહ્લની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. યુવરાજના પિતા પણ સ્થળે દોડી આવ્યા હતા. લગભગ ૫ કલાકની મહામહેનત બાદ કાર અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ યુવરાજને મૃત જાહેર કર્યો હતો.