Last Updated on by Sampurna Samachar
મુસાફરો ભરેલી અત્યાર સુધીમાં ૫ લોકોના મોત
પોલીસે સ્થાનિકોની મદદથી રેસક્યુની કામગીરી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી જતા ૫ લોકોના મોત થયા છે. જ્યારે ૧૦થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના ડોડા-બરાથ રોડ પર બની જે બાદ તાત્કાલિક રેસક્યુ ઓપરેશન શરૂ કરાયુ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત ડોડા-બરાથ રોડ પર પોંડા વિસ્તારમાં થયો હતો. ટેમ્પો ટ્રાવેલર રસ્તા પરથી સરકીને સીધો ખીણમાં ખાબક્યો. આ દરમિયાન તેમાં અનેક મુસાફરો પણ બેઠેલા હતા. ઘટનાને પગલે પોલીસે સ્થાનિકોની મદદથી રેસક્યુની કામગીરી કરી. જોકે મોતનો આંકડો વધી શકે છે. કારણકે કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે.
અત્યાર સુધીમાં ૫ લોકોના મોત
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર જાણ કરી છે. તેમણે જણાવ્યું કે ડોડા શહેરથી લગભગ ૨૦ થી ૨૫ કિમી દૂર બરાથ ગામ નજીક એક ખાનગી ટેમ્પો માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ ડોડા ડીસી હરવિંદર સિંહ સાથે વાત કરી. અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.