Last Updated on by Sampurna Samachar
૨ કાર વચ્ચે ભીષણ ટક્કરમાં ૬ લોકોના દર્દનાક મોત, ૩ ગંભીર
અકસ્માત મોડી રાત્રે નાથિયા નવાગાંવ પાસે થયો હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. અહીં બે કાર વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં એક માસૂમ બાળક સહિત કુલ ૬ લોકોના કરુણ મોત નીપજ્યા છે. કાંકેરનાપોલીસ અધિક્ષક નિખિલ અશોક કુમાર રાખેચાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત મોડી રાત્રે ૧૧ વાગ્યાનીઆસપાસ નાથિયા નવાગાંવ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારનો કચ્ચરઘાણ નીકળીગયો હતો અને ૬ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતેજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોની હાલત હજુ પણનાજુક છે અને તેઓને સતત મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ કોતવાલીપોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી રાહત કામગીરી શરૂ કરી હતી.
પોલીસે હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરીછે. પ્રાથમિક માહિતી મુજબ, બંને કાર તેજ ગતિએ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. પોલીસ ઘાયલોના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.